અમેરિકામાં જન્મેલી પુત્રીની સ્વચ્છતાથી નારાજ પિતાએ ગોળી ધરબી દીધી
પાકિસ્તાનમાં એક હત્યાનો સનસનાટીભર્યો કેસ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પિતાએ તેની પુત્રીની નિર્દયતાથી હત્યા કરી છે. પાકિસ્તાનની મિડિયા અનુસાર, તાજેતરમાં જ એક પરિવાર અમેરિકાથી પાકિસ્તાન આવ્યો હતો. આરોપી પિતાનું નામ અનવર ઉલ-હક છે, જેણે મંગળવારે બલુચિસ્તાનના ક્વેટામાં એક રસ્તા પર તેની પુત્રી હીરાની ગોળી મારીને હત્યા કરી હતી.
- Advertisement -
પૂછપરછ દરમિયાન, આરોપી શખ્સે પોલીસને છેતરવાની કોશિશ કરી હતી અને શરૂઆતમાં તેણે પોલીસને કહ્યું હતું કે, એક અજાણ્યાં બંદૂકધારીએ તેની પુત્રીને ગોળી મારીને હત્યા કરી હતી, પરંતુ જ્યારે પોલીસે પ્રારંભિક તપાસ બાદ સખત પૂછપરછ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે તેની અમેરિકામાં જનમેલી પુત્રીની હત્યા કરવાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે તેને અને હીરાના કાકાએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસ અધિકારી જોહાબ મોહસિને જણાવ્યું હતું કે, “અમારી તપાસમાં અત્યાર સુધીમાં જાણવા મળ્યું છે કે પરિવારને કિશોરીના કપડાં, જીવનશૈલી અને લોકોને મળવાની આદતોથી ખૂબ નારાજગી હતી.” પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે મૃતકનો ફોન પાછો મેળવ્યો છે અને ઓનર હત્યા સહિતનાં તમામ પાસાઓની તપાસ કરી રહ્યાં છીએ.” અહેવાલ મુજબ, આરોપી પિતા તેમની પુત્રીની ટિકટોક ચલાવવાની ટેવથી ખૂબ ગુસ્સે હતાં અને તેની હત્યા પાછળનું આ સૌથી મોટું કારણ છે. અહેવાલ મુજબ પરિવાર લગભગ 25 વર્ષથી યુએસમાં રહેતો હતો અને થોડા દિવસ પહેલાં જ બલુચિસ્તાન પરત ફર્યો હતો. અધિકારીઓએ તપાસ દરમિયાન શોધી કાઢયું છે કે આરોપી યુ.એસ. નાગરિકત્વ ધરાવે છે.
પોલીસ અધિકારીઓને આરોપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેની પુત્રી, જે અમેરિકન નાગરિક છે, તે યુ.એસ. માં રહેતી વખતે ટિકટોક પર સતત વાંધાજનક વિડિઓ બનાવતી હતી, જે આરોપી પિતાને જરાપણ પસંદ નહોતું. આરોપીઓએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન પાછા ફર્યા પછી પણ, તેની 15 વર્ષની પુત્રી સતત અશ્લીલ વિડિઓઝ બનાવતી હતી. તે જ સમયે, આ હત્યાનાં કેસમાં પ્રારંભિક તપાસ બાદ પોલીસે મૃતકના કાકાની પણ ધરપકડ કરી છે અને આરોપીના પિતા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.