દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર તથા મહાઆરતી
રાજકોટમાં ગણપતિ ઉત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મવડી-કણકોટ રોડ પર આવેલા ઈસ્કોન એમ્બીટો સોસાયટીમાં ઈસ્કોન એમ્બીટો કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ત્યાના રહીશો આ આયોજન કરી રહ્યા છે જેમાં મહાઆરતી, શાકભાજીનો ભોગ, ફળનો ભોગ ધરવામાં આવે છે તેમજ આ ભોગ મંદબુદ્ધિ તથા વૃદ્ધાશ્રમમાં વિતરણ કરાયું હતું. દરરોજ સાંજે ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાસ ગરબા પણ યોજાઈ રહ્યા છે. ત્યારે આજે સાંજે નાસિકના ઢોલ સાથે મહાઆરતી તથા કાલે રાત્રે શ્રીનાથજીની ઝાંખી પણ યોજાશે.
ઈસ્કોન ‘એમ્બીટો કા રાજા’માં કાલે શ્રીનાથજીની ઝાંખીનું આયોજન
