જર્મનીમાં અનોખા વ્યક્તિગત લોકડાઉનની જાહેરાત
અમેરિકામાં વધુ 5 ઓમિક્રોન સંક્રમિત મળ્યા : બ્રિટનના PM બોરિસ જોનસને કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે વેક્સિન ન લીધેલા લોકો માટે લોકડાઉનની જાહેરાત કરી છે. હવે જર્મનીમાં વેક્સિન ન લીધેલા લોકો જાહેર સ્થળો પર જઇ શકશે નહીં. ત્યાં સુધી કે જીવનજરૂરી ચીજ વસ્તુની ખરીદી પણ નહીં કરી શકે. જર્મનીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં બધા માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવી હતી.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
- Advertisement -
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
ન્યૂયોર્કમાં ઓમિક્રોનના વધુ 5 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મિલેસોટા અને કોલોરેડોમાં 2 કેસ મળ્યા છે. અમેરિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ કેલિફોર્નિયામાં જોવા મળ્યો હતો. કેલિફોર્નિયામાં જે દર્દીને ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે તે 22 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. આ વ્યક્તિ, જેણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા તેને કોરોનાના ખૂબ જ હળવાં લક્ષણો જણાતાં પોતાને ક્વોરન્ટીન કરી લીધો હતો. બાદમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના સંપર્કમાં આવેલા તમામ લોકો નેગેટિવ આવ્યા છે.