હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે હવે જીવન અને નિષ્ફળતાઓ પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ ઘણો બદલાઈ ગયો છે. એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે હું વાત નથી કરતી.
પ્રિયંકા ચોપડા આજની તારીખમાં એક ગ્લોબલ અભિનેત્રી તરીકે પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ જાણે છે કે આંતરરાષ્ટ્રીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે પોતાના દમ પર આ સ્થાને પહોંચી છે. પરંતુ, હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે.
- Advertisement -
એક સફળ અભિનેત્રી હોવા છતાં, તેણે પોતાની નિષ્ફળતા વિશે એવી વાત કહી છે, જેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરશો. બધાની જેમ પ્રિયંકાનો પણ એક માઈનસ પોઈન્ટ છે જેના પર તેણે ખુલીને વાત કરી છે. તો ચાલો જાણીએ પ્રિયંકા ચોપરાનું શું કહેવું છે?
મધરહુડને એન્જોય કરી રહી છે પ્રિયંકા
મધરહુડ એન્જોય કરી રહેલી પ્રિયંકા ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના વિશે ઘણી વાતો કહી છે. નિષ્ફળતા પર વાત કરતાં તેણીએ કહ્યું, “હવે તે જીંદગી અને નિષ્ફળતાને ખૂબ જ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તેના નજરીયામાં પણ ઘણો બદલાવ આવ્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેના જીવનમાં પણ ઘણી નિષ્ફળતાઓ આવી. મારી પાસે ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે હું વાત નથી કરતી. હું આજે પણ મારા પરિવાર સાથે રડું છું.”
નિષ્ફળતા જીવનનો એક ભાગ
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, હું એવી વ્યક્તિ નથી કે જે નિષ્ફળતા પર અટકી જાઉં. કારણ કે, નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે જેનાથી આપણે ભાગી શકતા નથી. તે દરેકના જીવનમાં આવે છે. હું આજે 40 વર્ષની છું. પરંતુ જ્યારે હું મારી નિષ્ફળતાઓ વિશે વિચારું છું, ત્યારે મને ઘણું દુઃખ થાય છે. પરંતુ, પછી હું ફરી ઉભી થવ છું અને પોતાને 20ના દાયકાની તુલનામાં ઘણી મજબૂત અનુભવું છું.”
- Advertisement -
આ ફિલ્મમાં જોવા મળશે પ્રિયંકા
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકાની પાસે હોલીવુડથી લઈને બોલીવુડ સુધીના ઘણા પ્રોજેક્ટ્સ છે. તે ટૂંક સમયમાં જ રિચર્ડ મેડન સાથે સ્પાઈ થ્રિલર સિરિઝ ‘સિટાડેલ’માં જોવા મળશે. ત્યાં જ તે બોલિવૂડ ફિલ્મ ઝી લે ઝારામાં પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.