હોળીની ઝાળ સાથે ચોમાસાની સિઝનનું ભવિષ્ય ભાખવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
દેશમાં એક ગુજરાત રાજ્ય જ એવું છે જેમાં લગભગ એક વર્ષમાં વારથી વધુ તહેવારો અને પર્વ મનાવવામાં આવે છે. રાજ્યમાં આ દરેક પર્વ પાછળ કોઈને કોઈ ધાર્મિક પરંપરા અને ઇતિહાસ છુપાયેલો જોવા મળે તેવામાં હોલિકા દહન પણ સત્યની અસત્ય પર જીત નિમિતે ઊજવામાં આવે છે. જૂની માન્યતા મુજબ ભક્ત પ્રહ્લાદ સાથે આ આખીયે કથા જોડાયેલી છે જેમાં અસુરના દહનની પાછળ હોલિકા દહનનો તહેવાર ઉજવાય છે. જોકે મોટાભાગે રાજ્યના મોટા શહેરોમાં માંડ ક્યાંક હોલિકા દહન જોવા મળે છે પરંતુ હજુય ઝાલાવાડના દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર હોલિકા દહન કરી હોળીનો તહેવાર ઉજવે છે. રાત્રીના સમયે હોલિકાનું દહન કરવામાં આવે છે જેમાં આ વિસ્તારના મહિલાઓ દર્શને આવી પોતાની માન્યતા મુજબ ધાણી, ખજૂર, દાળિયા સહિતની ચીજવસ્તુ અર્પણ કરે છે અને પોતાના તથા પોતાના પરિવારની તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે. આ સાથે હોલિકા દહન સમયે આગની જાળ પરથી આવનારું ચોમાસુ નક્કી કરવામાં આવે છે જેમાં આ વર્ષે પશ્ચિમ તરફની જાળ હોવાના લીધે ચોમાસુ શરૂ રહેશે પરંતુ અલગ પ્રકારનું વાતાવરણ સર્જાય તેવા સંકેતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
- Advertisement -
હોલિકા દહન બાદ બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં નાના બાળકઓથી માંડીને યુવાનોને લોકપ્રિય પર્વ માનવામાં આવે છે દરેક લોકો રંગ બેરંગી પિચકારીથી એકબીજા પર રંગે લગાવી તહેવારની ઉજવણી કરાય છે ઝાલાવાડ પંથકમાં ધૂળેટી તહેવારનું અનેરું મહત્વ જોવા મળે છે. જેના લીધે દરેક લોકો મોટાભાગે પોતાના ધંધા રોજગાર બંધ રાખી સગા સબંધીના ઘેર જઈ રંગો ઉડાડી ધૂળેટી ઉજવે છે આ સાથે દરેક મંદિરોમાં ભગવાન પણ ધૂળેટી રમતા નજરે પડે છે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે સ્વામિનારાયણ ભગવાનને કેસુડાના ફુલથી શણગાર કરતા આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ સાથે મંદિરે આવતા તમામ ભક્તો એકબીજા સાથે કેસુડાના પાણી અને રંગો વડે ધૂળેટી પર્વ ઉજવી હતી. બીજી તરફ પોલીસ વિભાગમાં પણ રાગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ સ્ટાફ દ્વારા પોતાના અધિકારી અને કર્મચારીઓ સાથે રંગોત્સવ કાર્યક્રમ ઉજવી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.