યૂનિયન મીનીસ્ટર અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે કે આશા પારેખને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે.

યૂનિયન મીનીસ્ટર અનુરાગ ઠાકુરે જાહેરાત કરી દીધી છે કે અમદાવાદમાં જન્મેલા અને બોલીવુડના જ્યુબિલી ગર્લ તરીકે જાણીતા અભિનેત્રી આશા પારેખને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે.

આશા પારેખ
1971માં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ
1992માં પદ્મશ્રી એવોર્ડ
2002માં લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
આ ઉપરાંત સેન્સર બોર્ડના અને સિને આર્ટિસ્ટ એસોસિયેશનના ચેરપર્સન તરીકે કામગીરી કરી હતી. ટીવી સિરિયલ ‘જ્યોતી’ અને કોરા કાગઝ અને કંગન જેવી ધારાવાહિકમાં પણ કામ કર્યું હતું. તેમની ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ ખૂબ જ સફળ થઇ હતી.

1969 થી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે એવોર્ડ

ભારતમાં સિનેમાનો પાયો નાખવામાં અને આટઆટલા યોગદાનના કારણે જ દાદા સાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ યોગદાન માટે તેમના નામ ઉપરથીજ 1969ના વર્ષથી ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ ‘આપવામાં આવે છે.

કોણ હતા દાદા ફાળકે ?
દાદા સાહેબ ફાળકેને ભારતીય ફિલ્મ ઉધોગના પિતામહ કહેવામાં આવે છે. દાદા સાહેબનું પૂરું નામ ધૂંડીરાજ ગોવિંદ ફાળકે હતું. દાદા સાહેબનો જન્મ મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલ ભગવાન શિવની નગરી એવા ત્ર્યંબકેશ્વરમાં 30, એપ્રિલ, 1870ના રોજ થયો હતો. એમના પિતા સંસ્કૃતના પ્રખર પંડિત હતા અને મુંબઈની એક કોલેજમાં અધ્યાપક હતા.
ઉલ્લેખનીય છે કે, દાદા સાહેબે કુલ 125 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં 98લાંબી અને 27ટૂંકી ફિલ્મોનો સમાવેશ થાય છે. દિગ્દર્શક તરીકે તેમાંથી 41લાંબી અને 20ટૂંકી ફિલ્મો તેમણે બનાવી છે.