લંડનના હિથ્રો એરપોર્ટ પર એક મોટું વિજ સંકટ પેદા થયું છે. જેના કારણે હિથ્રો એરપોર્ટ આજે આખો દિવસ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે.
હિથ્રો એરપોર્ટ આવતી તમામ ફ્લાઇટ રદ્દ
- Advertisement -
હિથ્રો એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટને રદ્દ કરી દેવામાં આવી છે. હિથ્રો પર ઉતરવા માટે તૈયાર ફ્લાઇટ્સને પણ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. એરપોર્ટ કંટ્રોલ ટાવર પણ સંપુર્ણ ઠપ્પ થઇ જતા તમામ ફ્લાઇટ્સને રદ્દ કરવાની ફરજ પડી છે. લંડનનું ફાયર બ્રિગેડ પણ દુર્ઘટના બાદ તત્કાલ એક્શનમાં આવી ગયું છે. ફાયર બ્રિગેડે કહ્યું કે, 10 ફાયરની ગાડીઓ અને આશરે 70 અગ્નિશામક કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. 200 મીટરના વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોને પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા માટે અથવા તો ઘર ખાલી કરી દેવા માટે સુચના આપવામાં આવી છે.
હિથ્રો એરપોર્ટ પર ન આવવા માટે સુચના
હિથ્રો એરપોર્ટે તમામ યાત્રીઓને સલાહ આપી છે કે, એરપોર્ટની યાત્રા કરવાનું ટાળે અને પોતાની ફ્લાઇટ હોય તો સંબંધિત માહિતી માટે એરલાઇન્સ કંપનીનો સંપર્ક કરે. એરપોર્ટ તંત્ર સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઝડપથી સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર 24 અનુસાર અનેક ઉડ્યનોને ડાયવર્ટ થવા માટેની સુચના આપવામાં આવી છે.
- Advertisement -
લંડન ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે 10 ફાયર એન્જિન અને લગભગ 70 ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા છે. લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટન્ટ કમિશનર પેટ ગુલબોર્ને જણાવ્યું હતું કે, ‘આગને કારણે મોટી સંખ્યામાં ઘરો અને સ્થાનિક વ્યવસાયોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સંબંધિત એજન્સીઓ તેને પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.’
ઉલ્લેખનીય છે કે, હીથ્રો બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યાં દરરોજ લગભગ 1,300 લેન્ડિંગ અને ટેક-ઓફ થાય છે. ગયા વર્ષે તેના ટર્મિનલ પરથી 83.9 મિલિયન મુસાફરો પસાર થયા હતા, જે એક રેકોર્ડ છે.