ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી લાકી લાકી જ્વાળામુખીમાં ગુરૂવારે રાત્રે જબરજસ્ત વિસ્ફોટ થયો. જેના કારણે રાખનો ભયાનક વિસ્ફોટ થયો હતો
ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી લાકી લાકી જ્વાળામુખીમાં ગુરૂવારે રાત્રે જબરજસ્ત વિસ્ફોટ થયો. જેના કારણે રાખનો ભયાનક વિસ્ફોટ થયો હતો અને આઠ કિલોમીટર સુધી રાખ અને ધુમાડો ફેલાઇ ગયો હતો. 11 મિનિટ સુધી ચાલેલા આ વિસ્ફોટ બાદ સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેની અસર હવાઇ યાત્રા પર પણ પડી છે. જેના પગલે બાલીથી ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જનારી સાત આંતરરાષ્ટ્રીય ઉડ્યનો રદ્દ કરી દેવામાં આવી છે. જો કે વિસ્ફોટથી આસપાસના ગામમાં કોઇ નુકસાન થયું નથી. જો કે ભારે વરસાદના કારણે ખતરો યથાવત્ત છે.
- Advertisement -
લાકી લાકી જ્વાળામુખી વિસ્ફોટ
દક્ષિણ-મધ્ય ઇન્ડોનેશિયામાં ફ્લોરેસ ટાપુ પર માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી શુક્રવારે ત્રણ વખત ફાટ્યો હતો. જેના પગલે રાખનો એક મોટો સ્તંભ આકાશમાં 8,200 મીટર (26,200 ફૂટ) સુધી ઉડ્યો હતો. આ વિસ્ફોટ પછી, અધિકારીઓએ જ્વાળામુખીની આસપાસના વિસ્તારને જોખમી વિસ્તાર ગણાવ્યો છે. જોકે, હજુ સુધી સ્થળાંતરની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
ખતરાના સ્તર તથા સતર્કતામાં વધારો કરાયો
- Advertisement -
ઇન્ડોનેશિયાના પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં સ્થિત માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી, છેલ્લા સાત દિવસમાં સેંકડો ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. પરિણામે, અધિકારીઓએ વિસ્ફોટ ચેતવણી સ્તરને ઉચ્ચતમ સ્તર સુધી વધાર્યું અને ભય ક્ષેત્રને 7 કિલોમીટર (4.5 માઇલ) થી 8 કિલોમીટર (5 માઇલ) સુધી લંબાવ્યું.
હવાઈ ટ્રાફિક પ્રભાવિત થયો
આ જ્વાળામુખી વિસ્ફોટને કારણે, ઘણી એરલાઇન્સે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના મુખ્ય પર્યટન સ્થળ બાલી વચ્ચેની ફ્લાઇટ્સ રદ કરી છે. વધુમાં, અન્ય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ પણ મોડી પડી રહી છે.
વરસાદને કારણે લાવા પ્રવાહનો ભય
ઇન્ડોનેશિયાની ભૂસ્તરશાસ્ત્ર એજન્સીએ રહેવાસીઓને સાવધ રહેવાની ચેતવણી આપી છે. કારણ કે, ભારે વરસાદને કારણે જ્વાળામુખીમાંથી લાવા નદીમાં વહેવા લાગે તેવી શક્યતા છે. જે આસપાસના વિસ્તારો માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયામાં સેંકડો સક્રિય જ્વાળામુખી છે અને આ પ્રદેશ “રિંગ ઓફ ફાયર” (પેસિફિક મહાસાગરની આસપાસનો એક ક્ષેત્ર જે ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિથી પ્રભાવિત છે) પર આવેલો છે, જેના કારણે આવી ઘટનાઓ સામાન્ય બને છે.