ભાજપ ગુજરાત સદસ્યતા અભિયાન દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પ્રાથમિક સદસ્યતા આપી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સદસ્યતા લીધા બાદ કાર્યકરોને પણ ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત જોડાવવા હાકલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કાર્યકર્તાને કોઈ તકલીફ હોતી નથી, તે હંમેશા મોજમાં હોય છે. ભાજપ માં જ એવુ બને કે સામાન્ય કાર્યકર્તા થી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બની શકે છે. આ સાથે કહ્યું કે, માત્ર ટાર્ગેટ માટે કામ નથી કરવું સાથે દેશને આગળ લઈ જવાની ભાવના રાખવાની છે.
- Advertisement -
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, કોઈ તકલીફ નથી, આપડે સારામાં સારું છે,આપણને કોઈ નિરાશા નહિ આવે. આટલા મોટા નેતાઓ આપણી પાસે છે. આપણે સૌ સાથે મળીને ભાજપ ને મજબૂત બનાવીએ.
મહત્વનું છે કે, ગઇકાલે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશવાસીઓની અપેક્ષાઓને નવી ઉંચાઈઓ પર પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. રાષ્ટ્રીય સભ્યતા અભિયાન 2024 નો આરંભ કરતાં મને ખૂબ ગર્વ થાય છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપ્રથમની ભાવનાથી કામ થઈ રહ્યું છે. પાર્ટી ઘણું સહન કરીને આ સ્થાન સુધી પહોંચી છે. અમે આલોચનાઓને સહન કરતા આગળ વધ્યા છીએ.