19 લાખથી વધુ શેલ એકાઉન્ટ્સ શોધી કઢાયા છે : શાહ
શેલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઈમથી મેળવેલા પૈસા ટ્રાન્સફર કરવામાં થાય છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
કેન્દ્ર સરકાર સાઈબર ક્રાઈમ રોકવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. વાસ્તવમાં, સરકાર સાયબર છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતા શેલ એકાઉન્ટ્સને ઓળખવા માટે અઈં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી. ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિએ સોમવારે ‘સાઈબર સુરક્ષા અને સાઈબર ક્રાઇમ’ વિષય પર એક બેઠક યોજી હતી, જેની અધ્યક્ષતા અમિત શાહે કરી હતી. આ દરમિયાન શાહે કહ્યું કે ભારતીય સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરની ભલામણોના આધારે, 805 એપ્સ અને 3,266 વેબસાઇટ લિંક્સને બ્લોક કરવામાં આવી છે. અમિત શાહે માહિતી આપી હતી કે 399 બેંકો અને નાણાકીય મધ્યસ્થીઓ સાથે છ લાખથી વધુ શંકાસ્પદ ડેટા પોઇન્ટ શેર કરવામાં આવ્યા છે. ઉપરાંત, 19 લાખથી વધુ શેલ એકાઉન્ટ્સ અથવા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે અને 2,038 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોને બ્લોક કરવામાં આવ્યા છે. શાહે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને તમામ બેંકો સાથે સંકલનમાં, શેલ ખાતાઓને ઓળખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં) નો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
ગૃહમંત્રીએ કહ્યું કે, ’સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે શેલ એકાઉન્ટ્સ સક્રિય થાય તે પહેલાં તેમને બંધ કરી દેવામાં આવે.’ શેલ એકાઉન્ટ એ એક બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ ગુનેગારો દ્વારા સાઈબર ક્રાઇમમાંથી મેળવેલા પૈસા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત, સરકાર સાઈબર ક્રાઇમ વિશે પણ લોકોને જાગૃત કરી રહી છે. શાહે કહ્યું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રાલયે ભારતને સાઈબર-સલામત રાષ્ટ્ર બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે ’આજે દેશના 95 ટકા ગામડાઓ ડિજિટલી જોડાયેલા છે, જ્યારે એક લાખ ગ્રામ પંચાયતો વાઇ-ફાઇ હોટસ્પોટથી સજ્જ છે.’ અમિત શાહે કહ્યું કે ’છેલ્લા 10 વર્ષમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યામાં 4.5 ગણો વધારો થયો છે અને 2024 માં ઞઙઈં દ્વારા 17.221 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે.’ શાહે કહ્યું કે 2024 માં, વૈશ્વિક ડિજિટલ વ્યવહારોના 48 ટકા ભારતમાં થશે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનશે.