ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ટ્વિટર નવા આઈટી નિયમોને લઈને મનમાની કરી રહ્યું છે. ગત રોજ દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ટ્વિટર નવા આઈટી નિયમોનું પાલન કરી રહ્યું નથી. તેવામાં આજે હાઈકોર્ટમાં ટ્વિટરે કબૂલ્યું છે કે તેણે નવા આઈટી નિયમોનું પાલન કર્યું નથી. જેના પર હાઈકોર્ટ ખફા થતાં સરકાર અને ટ્વિટરને સાફ શબ્દોમાં કહ્યું કે, હવે અમે ટ્વિટરને કોઈ પ્રોટેક્શન આપી શકતા નથી. સરકાર ટ્વિટરની સામે કોઈપણ એક્શન લેવા સ્વતંત્ર છે. દેશમાં નવા આઈટી નિયમો લાગુ થયા બાદ હજુ સુધી ટ્વીટરે ફરિયાદ અધિકારીની નિયુક્તિ ન કરવા પર ટ્વિટરની સામે દિલ્હી હાઈકોર્ટમાં અમિત આચાર્યએ અરજી કરી હતી. તેની સુનાવણી પણ કોર્ટે કેન્દ્રને પુછ્યું કે શું ટ્વિટર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તો તેના પર કેન્દ્ર સરકાર હામાં જવાબ આપ્યો હતો.
જે બાદ ટ્વિટર તરફથી વકીલે પણ માન્યું કે અમે આઈટી રૂલ્સનું પાલન કર્યું નથી.
હાઈકોર્ટે ટ્વીટરને લગાવી ફટકાર
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે, શું તમે કહી રહ્યા છો કે ટ્વિટર નિયમોનું પાલન કરી રહ્યું નથી. તેના પર કેન્દ્ર કહ્યું કે હા. અને આ વાતની સહમતિ ટ્વિટરે પણ ભરી હતી. જે બાદ હાઈકોર્ટે ટ્વિટરને કહ્યું કે, તમે કોર્ટને ખોટી જાણકારી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમના રાજીનામા બાદ તમે અન્ય કોઈ વ્યક્તિને નિયુક્ત કરી શકતા હતા. તેના જવાબમાં ટ્વિટરે કહ્યું કે, અમે નવા અધિકારીની નિયુક્તિ કરવા જઈ રહ્યા છીએ. તેના પર ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું કે, આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે? જો ટ્વિટરને લાગે છે કે તે પોતાની મરજીથી જેટલો સમય લેવા માગે છે તેટલો લઈ શકે થે તો અમે તે થવા દઈશું નહીં. સાથે જ કોર્ટે ટ્વિટરના વકીલને કહ્યું કે, તમે પોતાના ક્લાયન્ટને પુછીને જણાવો કે ફરિયાદ અધિકારીની નિયુક્તિમાં હજુ કેટલો સમય લાગશે.


