સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્રના પહેલા દિવસે સંસદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા રાજનૈતિક દળો સાથે સંસદને સારી રીતે ચલાવવામાં મદદ કરવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ જી-20ની અધ્યક્ષતાની વાત પણ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જી-20ની અધ્યક્ષતાની વચ્ચે આ સત્ર ખૂબ મહત્વપૂર્ણ છે. જી-20ની અધ્યક્ષતા એ આપણને મળેલો મોટો અવસર છે. સંસદના આ સત્ર આઝાદીના અમૃત કાળમાં થવા જઇ રહ્યું છે. એક એવો સમયમાં આપણે મળી રહ્યા છિએ, જ્યારે આપણા દેશમાં જી-20ની અધ્યક્ષતાનો અવસર મળે છે. આજ જેવી રીતે ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધી રહી છે, એવા સમયમાં આ અધ્યક્ષતા આપણને મળનારો મોટો અવસર છે.

શિયાળુ સત્રના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શિયાળુ સત્ર ફક્ત એક ડિપ્લોમેટિક ઇવેન્ટ જ નહીં પરંતુ ભારતના સામર્થ્યને વિશ્વની સામે પ્રસ્તુત કરવાનો સમય છે. જેવી રીતથી ભારતથી અપેક્ષાઓ વધી છે અને જે પ્રકારથી ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારવા જઇ રહ્યો છે એવા સમયમાં જી-20ની અધ્યક્ષતા ભઆરતને મળનારો મોટો અવસર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું બધા દળોના નેતાઓને આગ્રહ કરૂ છું કે, આપણા જે નવા અને યુવા સાંસદ છે, તેમના ઉજ્જવળ ભવિષ્ય અને લોકતંત્રની ભાવી પેઢીને તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ સમય આપે છે. મને વિશ્વાસ છે કે, બધા રાજનૈતિક દળો, આ સત્ર દરમ્યાન ચર્ચાના સ્તરમાં મ6લ્યવૃદ્ધિ કરશે. પોતાના વિચારોથી નિર્ણયોને નવી તાકાત આપશે તેમજ દિશાને વધુ સ્પષ્ટ રૂપથી ઉજાગર કરવામાં મદદ કરશે.

આ સત્રમાં દેશના વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે, વર્તમાન વૈશ્વિક પરિસ્થઇતિઓમાં ભારતને આગળ વધારવા માટે આવશ્યક નવા અવસરોને ધ્યાનમાં રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય આ સત્રમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે.