ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર ધ્રુમઠ ચોકડી નજીક ગત મોડી રાત્રીના સમયે પ્લાયવુડ ભરીને નિકળેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં અચાનક આગ લાગતા જોત જોતામાં ટ્રક ભડકે બળવા લાગ્યો હતો. જ્યારે આગની ઘટનાને લઈને ધ્રાંગધ્રા ફાયર ટીમને જાણ કરતા દર્શનભાઈ પરમાર સહિતની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ પ્લાયવુડ ભરેલી ટ્રક બળીને ખાક થઈ ચૂકી હતી જોકે સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થઈ ચૂક્યો હતો જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાની વિગત પ્રાપ્ત થઈ નથી.
ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર પ્લાયવૂડ ભરેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ

Follow US
Find US on Social Medias