ચેક બાઉન્સ (પાછો ફરવાના) થવાના કેસમાં નાણા મંત્રાલય સખત પગલા ઉઠાવવાની તૈયારીમાં છે. આવા કેસમાં ચેક ઈસ્યુ કરનારના બીજા ખાતામાંથી પૈસા કપાઈ જશે. સાથે સાથે તેનું નવું ખાતુ ખોલવા પર પણ રોક લાગી શકે છે. મંત્રાલયને એવા અનેક સૂચનો મળ્યા છે, જે લાગુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યા છે.
મંત્રાલયે ચેક બાઉન્સના મામલામાં હાલમાં જ એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કેટલાય સૂચનો મળ્યા હતા, આ સ્થિતિમાં કાનૂની પ્રણાલી પર ભાર વધી શકે છે. એટલે કેટલાક સૂચનો એવા અપાયા છે, જેમાં કેટલાક પગલા કાનૂની પ્રક્રિયા પહેલા ઉઠાવવા પડશે, એટલે જાહેર કરનારના ખાતામાં પર્યાપ્ત પૈસા નથી તો તેના બીજા ખાતામાંથી રકમ કપાવી લેવાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસમાં દેવાને ચૂકની જેમ લેવું અને તેની જાણકારી ઋણ સૂચના કંપનીઓને આપવાનું સામેલ છે, જેમ વ્યક્તિના અંક ઓછા કરાવી શકાય. તેમણે જણાવ્યું હતું
- Advertisement -
કે આ સૂચનોને સ્વીકારતા પહેલા કાનૂની રાય લેવામાં આવશે. આ સૂચનો અમલમાં આવે છે તો ચૂકવનારને ચેકનું પેમેન્ટ કરવા પર મજબૂર થવું પડશે અને મામલાને અદાલત સુધી લઈ જવાની જરૂર નહીં પડે. હાલનો નિયમ શું છે?: ચેક બાઉન્સ થવાનો કેસ અદાલતમાં કરી શકાય છે અને તે એક દંડનીય અપરાધ છે. જેમાં ચેકની રકમથી બે ગણો દંડ કે બે વર્ષની જેલ સજા કે બન્નેની સજા થઈ શકે છે.