અગાઉ 500નો દંડ ફટકારી નોટિસ આપી હતી, સ્વચ્છતા ન જાળવતા મ્યુનિ.કમિશનરની કડક કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ત્રિકોણબાગ ખાતે આવેલ મચ્છોધણી હોટલ દ્વારા જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, તા.23/10/2023ના રોજ આ બાબતે નોટિસ આપી 500ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી. આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી. તેમ છતાં, તા.26/10/2023ના રોજ સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો. જેથી તા.26/10/2023ના રોજ સાંજે તા.07:00 કલાકે મચ્છોધણી હોટલના સંચાલકોને નોટિસ આપીને હોટલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનમાં લોકો પણ નાગરિકો ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે.
આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિય છે