પિસ્તા રોલ, સાદો શિખંડ, શુદ્ધ ઘી સહિતની મીઠાઇના નમૂના લેવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી તહેવાર પહેલા રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સાબદું થયું છે. તહેવાર દરમિયાન લોકો મીઠાઈ ખરીદતા હોય છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા બોલબાલા માર્ગ, હસનવાડી-4, હાઉસિંગ બોર્ડ ક્વાટર સામે, આવેલી વિરેન્દ્રભાઈ રમેશચંદ્ર ઉનડકટની માલિકી પેઢી “શ્રી તિરૂપતી ડેરી ફાર્મ” તપાસ કરવામાં આવી હતી. જેમાં વાસી મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલા વાસી પડતર મીઠા માવો (10 કિ.ગ્રા. પેક્ડ બેગ) ના અંદાજીત 500 કિ.ગ્રા. જથ્થા પર એકપાયરી/ યુઝ બાય ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ તેમજ પડતર પડેલી વાસી મીઠાઇનો 50 કિ.ગ્રા. જથ્થો જોવા મળ્યો. કુલ મળીને અંદાજીત વાસી પડતર 550 કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પિસ્તા રોલ, સાદો શિખંડ, શુધ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ સિવાય કુવાડવા રોડ ડિ-માર્ટ થી આડો રોડ, નંદનવન રોડ તથા 80 ફૂટ મટુકી વાળો રોડ વિસ્તારમાં આવેલી (01)અતુલ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી રામ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શિવમ ફૂટસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.