ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં-8 તથા 12માં ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. જેમાં 3328 ચો.મી.ની અંદાજીત 14.13 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર જી. ડી. જોષી, આર. એન. મકવાણા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.
મનપાનું વેસ્ટ ઝોનમાં ડીમોલીશન: 14.13 કરોડની જમીન ખુલ્લી કરાઈ
