– સાંપ્રદાયિક તનાવનાં માહોલમાં કરોડો સામગ્રી સામે સોશ્યલ મીડિયાની કાર્યવાહી
સોશ્યલ મીડીયાના ફાયદા છે તો તેનો દુરપયોગ કરનારાઓના કારણે ઘણી દુવિધાઓ પણ ઉત્પન્ન થઈ છે. આ મીડીયામાં નફરતભરી પોસ્ટના કારણે સમસ્યાઓ-વિવાદો સર્જાતા રહે છે. સોશ્યલ મીડીયા ફેસબુકે મે મહિનામાં ભારતમાં લગભગ 1.75 કરોડ ક્ધટેન્ટ (મેટર) સામે કાર્યવાહી કરી છે.
- Advertisement -
મેટાની માલિકીવાળા સોશ્યલ મીડીયા મંચ ફેસબુકે પોતાના હાલના માસિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, મે માસમાં 13 શ્રેણીનાં ઉલ્લંઘનમાં આશરે 1.75 કરોડ જેટલી સામગ્રીઓ બ્લોક કરી દેવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર જે સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં યાતના, દબાણ, હિંસા, નગ્નતા, જાતીયતા, બાળકો ઉપર ખતરો પેદા કરતી, ખતરનાક સંગઠનો અને વ્યક્તિઓ સહિતની સામગ્રીઓનો સમાવેશ થાય છે. ફેસબુકે 1 મે થી 31 મે 2022 દરમિયાન આ કાર્યવાહી કરી છે, જયારે મેટાનો બીજો મંચ ઈન્સ્ટાગ્રામે સમાન સમયગાળા દરમિયાન 12 શ્રેણીઓમાં લગભગ 41 લાખ સામગ્રી સામે કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી કરવાનો અર્થ- ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાંથી સામગ્રી હટાવવા તસ્વીરો અને વિડીયો કવર કરવાની સાથે ચેતવણી જોડવાને છે. બીજી બાજુ ટવીટર ઈન્ડીયાની પારદર્શિતા રિપોર્ટ જૂન 2022માં જણાવાયું હતું કે દેશમાં 26 એપ્રિલથી 25 મે 2022 દરમિયાન તેને 1500થી વધુ ફરિયાદો મળી હતી.
- Advertisement -