કેન્દ્રિય કેબિનેટ મંત્રી અમિત શાહે આપ્યા જવાબો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચાલુ સત્ર દરમિયાન સંસદસભ્ય (રાજ્ય સભા) રામ મોકરીયાએ સહકારી ક્ષેત્રને લગતા પ્રશ્ર્નો પૂછ્યા હતા. જેમાં (a) શું RuPay કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) અને માઇક્રો ATM વિતરણ ઝુંબેશ પ્રાથમિક સહકારી મંડળીઓ અને તેમના સભ્યોના અર્થતંત્રને સશક્ત બનાવી શકે છે ? (B) જો એમ હોય, તો તેની વિગતો (C) શું પ્રાથમિક સહકારી મંડળીઓના સભ્યો આ ઝુંબેશ હેઠળ સહકારી બેંકોમાં તેમના ખાતા ખોલી રહ્યા છે ? આ પ્રશ્ર્નોના સંદર્ભે કેન્દ્રિય કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા નીચે પ્રમાણે જવાબ આપવામાં આવ્યા છે.
- Advertisement -
(A) અને (B) પ્રશ્નો બાબતે સહકારમંત્રી દ્વારા જવાબ આપવામાં આવેલો કે સહકાર થી સમૃદ્ધિ ના મંત્ર દ્વારા દેશમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે, 21 મે, 2023 ના રોજ ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ ડીસીસીબીમાં ‘સહકારીઓમાં સહકાર’ને પ્રોત્સાહન આપવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પાયલોટ પ્રોજેક્ટની સફળતા પછી, તારીખ 15 જાન્યુઆરી, 2024 ના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘સહકારીઓમાં સહકાર’ પર રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પાયલોટ પ્રોજેક્ટના અનુભવોના આધારે, ‘સહકારીઓમાં સહકાર’ અભિયાનના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ માટે તારીખ 19.09.2024 ના રોજ એક માનક સંચાલન પ્રક્રિયા (SOP) તૈયાર કરવામાં આવી હતી અને આ ઝુંબેશ હેઠળના ઉદ્દેશ્યોમાં અન્ય બાબતોની સાથે પ્રાથમિક ડેરી સહકારી મંડળીઓ (PDCS) અને અન્ય બિન-ક્રેડિટ સહકારી મંડળીઓને માઇક્રો એટીએમનું વિતરણ કરવાનો સમાવેશ થાય છે. PACS, PDCS અને અન્ય તમામ સહકારી મંડળીઓના તમામ સભ્યોને ઘરઆંગણે બેંકિંગ સેવાઓ પૂરી પાડીને વ્યવસાય કરવામાં સરળતા, પારદર્શિતા અને નાણાકીય સમાવેશ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે, જેનાથી સામાજિક-આર્થિક પિરામિડના તળિયે રહેલા લોકો સુધી પહોંચ વધે છે. આ ઝુંબેશ હેઠળ, PACS, PDCS અને અન્ય સહકારી મંડળીઓના તમામ સભ્યોને શૂન્ય અથવા ઓછા વ્યાજ દરે (વ્યાજ સબવેન્શન) રાહત દરે લોન – સુવિધા પૂરી પાડવા માટે RuPay કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) પણ વિતરિત કરવામાં આવી રહ્યા છે. (ભ) ઉપરાંત, આ ઝુંબેશનો એક ઉદ્દેશ્ય તમામ PACS, PDCS અને અન્ય સહકારી મંડળીઓને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંક (DCCB)/રાજ્ય સ્તરની સહકારી બેંક (St.CB) સાથે જોડવાનો છે જેથી તેઓ વિવિધ બેંકિંગ સેવાઓ મેળવી શકે. રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ અત્યાર સુધીની સિદ્ધિઓમાં 27 લાખથી વધુ ડિપોઝિટ ખાતા ખોલવામાં આવ્યા છે; (PDCS) અને અન્ય બિન-ક્રેડિટ સહકારી મંડળીઓને 9915 માઇક્રો એટીએમનું વિતરણ કરવામાં આવ્યું છે; સહકારી મંડળીઓના 32 લાખથી વધુ સભ્યોને RuPay KCCનું વિતરણ કરવામાં આવ્યું છે.