-સીજેઆઈએ બધી હાઈકોર્ટોને ટેકનોલોજી અપનાવવાની અને બે સપ્તાહમાં કેસની વર્ચ્યુઅલ ટેકનીકથી સુનાવણી કરવાનો આગ્રહ કર્યો
ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે જજોને ટેક ફ્રેન્ડલી બનવાની સલાહ આપી છે, અર્થાત ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું કહ્યું છે. સીજેઆઈએ બધી હાઈકોર્ટોને ટેકનોલોજીને અપનાવવાની અને બે સપ્તાહમાં કેસની સુનાવણી વર્ચ્યુઅલ ટેકનીકથી કરવાનો આગ્રહ કર્યો છે.
- Advertisement -
સીજેઆઈ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે જો આપ અદાલતોમાં જજ બનવા માંગો છો તો આપને ટેક ફ્રેન્ડલી બનવું પડશે. આ વાત સીજેઆઈએ દંગા અધિનિયમ વાંચતા બધી 25 હાઈકોર્ટને વર્ચ્યુઅલ મોડમાં સહયોગ કરવા માટે કરી હતી. તેમણે વકીલો અને વાદીઓના લાભ માટે બે સપ્તાહમાં મામલાની સુનાવણી કરવાનો આગ્રહ કર્યો હતો.
સીજેઆઈ ચંદ્રચૂડ અને જસ્ટીસ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની પીઠે ટેકનોલોજીની સાથે ન્યાયિક કામકાજને જોડવાના પોતાના દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો હતો. ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે ટેકનોલોજી હવે પસંદનો વિષય નથી, બધા જજોને તેનો અહેસાસ થવો જોઈએ. આ કાયદાના પુસ્તકની જેમ જ સિસ્ટમનો જ એક ભાગ છે.
સીજેઆઈએ કહ્યું હતું કે, સંસદીય સમીતી ઈ-કોર્ટ પર સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવોને સ્વીકાર કરી રહી છે. સરકારે તેના માટે 7 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે. સીજેઆઈએ હાઈકોર્ટ તરફથી કોરોના મહામારીના ખરાબ કાળ દરમિયાન વકીલ અને વાદીઓને ન્યાય સુધી પહોંચ પ્રદાન કરવા માટે સ્થાપિત વર્ચ્યુઅલ સુનાવણી માટે રોકાણના પાયાગત માળખાને ખતમ કરવા પર વાંધો દર્શાવ્યો હતો.
- Advertisement -