ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓના દુ:ખ દૂર કરતા દાદા અને એમ કહેવાય છે કે રાજકોટ કા રાજા એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ, વડતાલ ધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજના શનિવારના પવિત્ર દિવસે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે જે શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજકોટનું સૌથી વધારે ભીડવાળુ આ મંદિર છે અહીં મહાપ્રતાપી બાલાજી દાદા સાક્ષાત બિરાજમાન છે અને રાજકોટ વાસીઓના દુ:ખોને દૂર કરી રહ્યા છે દર શનિવારે અહીં વિવિધ શણગારો દાદાને કરવામાં આવે છે અને સંગીતમય મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે, સંધ્યા આરતીનું અહીં વિશેષ મહત્વ રહેલું છે, રાજપોચાર પદ્ધતિથી અહી દાદાની સંધ્યા આરતી થાય છે જેમાં હજારો ભક્તો જોડાય છે આપ પણ આજના શનિવારના પવિત્ર દિવસે સાંજે 6.30એ થતી દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી હનુમાનજી મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.
શ્રી બાલાજી હનુમાનજી મહારાજને શનિવારના પવિત્ર દિવસનો દિવ્ય શણગાર
