રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડ સામે આવેલ રેલ્વેની જગ્યામાં મોડીરાતે નગરપાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પાલિકા દ્વારા કેબીન ધારકોને પોતાની કેબીનો હટાવા માટે સુચના આપી હતી. જે બાદ કેબીનો તેમજ જાહેરાત હોડીંગ સ્વૈચ્છિક રીતે હટાવવામાં આવ્યાં હતાં. અને પાલિકા દ્વારા જેસીબીની મદદથી જગ્યા ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ડીમોલેશન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવયો હતો.
અને વહેલી સવાર સુધી ડીમોલેશનની કામગીરી ચાલી હતી. મહત્વની વાત એ છેકે, રેલ્વેની જગ્યા હોવાને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. અને માર્કેટિંગ યાર્ડ, ભેરાઇ રોડ, છતડીયા રોડ, સવિતાનગર સહિત અનેક સોસાયટીઓ આવેલ હોવાને કારણે મોટી સંખ્યાની માત્રમાં લોકોની અવરજવર રહેતી હોય છે. અને તે માટે આ જગ્યા ખુલ્લી કરાઇ હતી. અહીં માર્ગ પહોળો થવાથી હવે ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે. જેને લઇ પાલિકા દ્વારા મોડી રાતથી સવાર સુધી ડીમોલેશન હાથ ધરાયુ હતું.