તિરુપતિ મંદિરમાં લાડુ પોટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો પરંતુ 1984થી આ માટે LPG ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લાડુ પોટ્ટુમાં દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવે છે.
તિરુપતિ તિરુમાલા મંદિર તેના પ્રસાદ વિવાદને લઇને ચર્ચામાં છે. મંદિરમાં લાડુના પ્રસાદમાં શુદ્ધ ઘીના બદલે પ્રાણીની ચરબી અને બીફની હાજરીની રિપોર્ટમાં પુષ્ટિ થઇ હોવાના ટીડીપીના આક્ષેપો બાદ વિવાદ શરૂ થયો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે લાડુમાં ચરબી અને બીફ હોવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર તિરુપતિ બાલાજીમાં લાડુનો પ્રસાદ બનાવવામાં માછલીનું તેલ, બીફ, ચરબી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસાદ માટે ચંદ્રાબાબુ નાયડુએ વાય.એસ. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી પૂર્વની સરકાર પર આરોપ મુક્યો છે…
- Advertisement -
આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા ગણાય છે
તિરુપતિ બાલાજી મંદિરમાં આ ખાસ પ્રકારના લાડુનો પ્રસાદ મળે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા ગણાય છે. મંદિરમાં આ લાડુનો પ્રસાદ બનાવવાની રીત એકદમ અલગ છે. મંદિરમાં લાડુ બનાવતી વખતે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવે છે. તિરુપતિ મંદિરમાં લાડુ પોટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો પરંતુ 1984થી આ માટે LPG ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લાડુ પોટ્ટુમાં દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવે છે.
પ્રસાદ કેવી રીતે બને છે ?
- Advertisement -
તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ બનતા લાડુનો પ્રસાદ એક ખાસ પદ્ધતિથી બનાવવામાં આવે છે. તેને દિત્તમ કહે છે. આ પ્રસાદ બનાવવા માટે ચણાનો લોટ, કાજુ, કિસમિસ, ખાંડની કેન્ડી, ઘી, એલચી વગેરે મિક્સ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દિત્તમમાં માત્ર 6 વખત ફેરફાર કરવામાં આવ્યા છે. દરરોજ પ્રસાદ તૈયાર કરવા માટે 10 ટન ચણાનો લોટ, 10 ટન ખાંડ, 700 કિલો કાજુ, 150 કિલો ઈલાયચી, 300 થી 400 લિટર ઘી, 500 કિલો ખાંડ કેન્ડી, 540 કિલો કિસમિસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.