મહાત્માં ગાંધી બાદની કોંગ્રેસ હવે રહી નથી

ક્યારેય કોઈ ગઢ કોઇનો હોતો નથી, જે જીતે એનો ગઢ

ખાસ-ખબર સંવાદદાતા
ભાજપની જીતને લઈ વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસ સક્રિય નથી એટલે હાર્યું છે. મહાત્માં ગાંધી બાદની કોંગ્રેસ હવે રહી નથી. કોંગ્રેસને હવે બંધ કરી વિસર્જન કરી નાખવું જોઈએ. ક્યારેય કોઈ ગઢ કોઇનો હોતો નથી જે જીતે એનો ગઢ હોય છે.

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતને લઈ વજુભાઈ વાળાએ પત્રકાર પરિષદ કરી છે. જેમાં ગુજરાતના પીઢ નેતા વજુભાઈ વાળાએ જીતને લઈ માહિતી આપી છે. વજુભાઈ વાળાએ રામ મંદિરને લઈ નિવેદન આપ્યું છે. તથા કોંગ્રેસ સક્રિય નથી એટલે હાર્યું છે તેમ પણ જણાવ્યું છે. તેમજ મહત્માં ગાંધી બાદની કોંગ્રેસ હવે રહી નથી તેથી કોંગ્રેસને હવે બંધ કરી વિસર્જન કરી નાખવું જોઈએ. ક્યારેય કોઈ ગઢ કોઇનો હોતો નથી જે જીતે એનો ગઢ માનવામાં આવે છે.