75 વર્ષમાં સૌથી ખતરનાક, સેંકડો ફ્લાઇટ્સ રદ: ચીનમાં 15 દિવસમાં બીજું તોફાન
ખાસ-ખબર ન્યૂઝ શાંઘાઈ, તા.16
ચીનમાં 15 દિવસમાં બીજી વખત તોફાનનો ખતરો છે. આ વખતે શક્તિશાળી બબિન્કા વાવાઝોડું ત્રાટકવાનું છે. છેલ્લા 75 વર્ષોમાં (1949 થી) શાંઘાઈને ફટકો મારનાર બેબિન્કા સૌથી શક્તિશાળી ટાયફૂન હોઈ શકે છે. હાલમાં તે શાંઘાઈથી 400 કિમી દૂર ઈસ્ટ ચાઈના સીમાં હાજર છે. તોફાનના કારણે પવનની ઝડપ 144 કિમી/કલાકની છે, જે રવિવારે મોડી રાત્રે 155 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. તેને શક્તિશાળી વાવાઝોડાની શ્રેણી 1માં મૂકવામાં આવ્યું છે. તોફાનનો સામનો કરવાની તૈયારીઓને કારણે ચીને સેંકડો ફ્લાઇટ્સ રદ કરી છે. આ વાવાઝોડું સોમવારે મોડી રાત્રે શાંઘાઈના તટ પર ટકરાશે. શાંઘાઈમાંથી અત્યાર સુધીમાં લગભગ 10 હજાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બાબિન્કા વાવાઝોડાને કારણે 254 મીમી વરસાદ પડી શકે છે. શાંઘાઈ પ્રશાસને તોફાનનો સામનો કરવા માટે જરૂૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ચીનના હવામાન વિભાગે શાંઘાઈમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. શાંઘાઈમાં સોમવારે રેલ સેવાઓ થોડા કલાકો માટે બંધ રહેશે. જાહેર પરિવહન અને બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. ટાયફૂન મુઇફાહ છેલ્લે 2022માં શાંઘાઈમાં ત્રાટક્યું હતું.
- Advertisement -
તે ચીનના ઝેનજિયાંગ પ્રાંતથી 300 કિમીના અંતરે ઉદ્ભવ્યું હતું. આ સિવાય ચીને શાંઘાઈથી દૂર આવેલા તમામ જહાજોને પોર્ટ પર આવવા કહ્યું છે. શાંઘાઈ ઉપરાંત પડોશી પ્રાંત ઝેજિયાંગના જહાજોને પરત બોલાવવામાં આવ્યા છે. દક્ષિણ ચીન સાગરમાંથી ઊભું થયેલું સુપર વાવાઝોડું યાગી 9 સપ્ટેમ્બરે ચીનના દક્ષિણ કિનારે ટકરાયું હતું. તે ચીનના હેનાન પ્રાંતમાં ત્રાટક્યું હતું. વાવાઝોડાને કારણે હેનાનના 4 લાખ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. જ્યારે તે ચીનના દરિયાકાંઠે અથડાયું ત્યારે તેની ઝડપ આશરે 250 કિમી પ્રતિ કલાક હતી. તે ચીન પછીનું બીજું સૌથી શક્તિશાળી તોફાન હતું અને વિયેતનામ તરફ આગળ વધ્યું હતું, જ્યાં તેણે ભારે વિનાશ સર્જ્યો હતો. વાવાઝોડાને કારણે વિયેતનામને ભારે વરસાદ અને પૂરનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાં 100 થી વધુ લોકો ગુમ છે. શાંઘાઈમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટાયફૂન ગ્લેરિયા હતું, જે 1949માં આવ્યું હતું. ત્યારે આ તોફાનના કારણે 144 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.