અક્ષય કુમારે કહ્યું- હંમેશાં સત્યની જીત થવી જોઈએ, કંગનાએ કહ્યું, માણસાઈની જીત

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBI જ કરશે. સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું, CBI તપાસને મહારાષ્ટ્ર સરકાર પડકારી શકે નહીં. પટનામાં નોંધાયેલી FIR યોગ્ય હતી.

સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું, સુપ્રીમ કોર્ટે એ પણ આદેશ આપ્યો હતો કે આ કેસમાં અન્ય કોઈ FIR થશે તો તેની તપાસ પણ CBI જ કરશે. અમને આશા છે કે ટૂંક સમયમાં ન્યાય મળશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પરિવાર ઘણો જ ખુશ છે. સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું.