પોલીસ કહ્યું, ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ મુસાફરોથી ભરેલી બસને હાઇજેક કરી

આગ્રાઃ તાજ નગરી આગ્રા (Agra)માં બુધવારે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ મુસાફરોથી ભરેલી એક બસને હાઇજેક (Bus Hijack) કરી દીધી. બસ હાઇજેકની જાણ થતાં જ પોલીસ (Police)બેડામાં દોડાદોડી થઈ ગઈ છે. મળતી જાણકારી મુજબ, ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહેલી એક પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી.

ઘટના બુધવાર વહેલી પરોઢની છે. મલપુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. મળતી માહિતી મુજબ બસમાં 34 મુસાફરો સવાર છે. ડ્રાઇવર અને કંડક્ટરની સૂચના બાદ પોલીસ દોડતી થઇ ગઈ છે. ઘટનાસ્થળે તમામ ઉચ્ચ અધિકારી ઉપસ્થિત છે. જોકે, કસની કોઈ સૂચના નથી મળી રહી.