બ્રિટેનના શિખ એક્ટિવિસ્ટ જગતાર સિંહ જોહલેને સાડા ચાર વર્ષ સુધી ભારતની જેલમાં કેદ રાખવા બાબતે બ્રિટેન ભારે વાંધો ઉઠાવ્યો છે.
- Advertisement -
બ્રિટેનના શિખ એક્ટિવિસ્ટ જગતાર સિંહ જોહલેને સાડા ચાર વર્ષ સુધી ભારતની જેલમાં કેદ રાખવા બાબતે બ્રિટેન ભારે વાંધો ઉઠાવ્યો છે. બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પહેલી વાર જગતાર સિંહ માટે ભારત પર પ્રહારો કર્યા છે. જોનસને કહ્યું કે, ભારત સરકાર મનમાની રીતે બ્રિટિશ સિખ એક્ટિવિસ્ટ જગતાર સિંહને સાડા ચાર વર્ષથી જેલમાં કેદ કરી રાખ્યો છે.
પીએમ મોદીને પત્ર લખી આ વાત જણાવી
એક બ્રિટિશ અખબારનું કહેવું છે કે, તેમણે બોરિસ જોનસનના એ પત્રને જોયો છે, જેમાં એ વાત લખી છે. જોનસને આ પત્ર વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરના નામે છે. હકીકતમાં કીરે જ જોનસને પાલેથી જગતાર સિંહ સંબંધમાં સવાલ કર્યો હતો, જે બાદ પીએમ મોદીને તેમણે પત્ર લખ્યો.
ભારત મનમાની કરતું હોવાનો આરોપ
- Advertisement -
પત્રમાં પ્રધાનમંત્રી જોનસને લખ્યું છે કે, જગતાર સિંહ વિરુદ્ધ કોઈ પણ ટ્રાયલ વગર મનમાની રીતે કેદ રાખવામાં આવ્યા છે. જગતાર સિંહને 2017માં પ્રતિબંધિત આતંકી સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફોર્સ દ્વારા કરવામાં આવેલી હત્યામાં તેમની કથિત ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવ્યા હતા.
લગ્ન કરવા માટે પંજાબ આવ્યા હોવાની વાત કહી
ડંબર્ટનના રહેવાસી જગતાર સિંહ જોહલ તે વર્ષે પોતાના લગ્ન માટે પંજાબ આવ્યા હતા અને આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના કેસને લઈને કેટલીય તારીખ આપવામાં આવી હતી. ફણ આ તારીખો પર કોઈ સુનાવણી થઈ નહીં.
આ મુદ્દાને લઈને જગતાર સિંહના ભાઈ ગુરપ્રિત સિંહ જોહલે લેબર પાર્ટીના નેતા અને ઉપ વિદેશ સચિવ ડેવિડ લૈમી સાથે એક મીટિંગ કરી હતી. તેમણે બોરિસ જોનસનની ટિપ્પણીને આ કેસમાં મહત્વની ગણાવી અને સાથે જ એ સવાલ પણ કર્યો કે, તેમની ટિપ્પણી આવવામાં આટલો સમય કેમ લાગ્યો ?
ગત મહિને મનમાની રીતે ધરપકડને લઈને આયોજીત એક મીટિંગમાં સંયુક્ત રાષ્ટ્રની એક પેનલે પણ કહ્યું કે, જગતાર સિંહ જોહલેને મનમાની રીતે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર કોઈ કેસ વગર વર્ષોથી જેલમાં રાખવામાં આવ્યા છે.