હાલ ચોમાસાની મૌસમ ચાલી રહી છે અને બોટાદ જિલ્લાનાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છે. સતત વરસાદ શરૂ રહેવાથી બોટાદ જિલ્લાનાં તમામ નદી, નાળા, તળાવ, ડેમોમાં વરસાદી પાણીની આવક સતત ચાલું છે.
વરસાદનાં આવા માહોલમાં રોડ, રસ્તા માં પાણી ભરાઈ જવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા ટ્રાફિકની સમસ્યા ન ઉદ્દભવે તેમજ સ્થાનિક રહિશોને કોઈ મુશ્કેલીમાં મદદ પહોંચાડી શકાય એ માટે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ગઢડા વિસ્તારના વરસાદી પાણીથી અસરગ્રસ્ત વિસ્તારનું એસ.ઓ.જી. પી.આઈ. શ્રી એચ.આર.ગોસ્વામી, ગઢડા પી.આઈ. શ્રી જે.વી. ચૌધરી, બી.ડી.ડી.એસ. પી.એસ.આઈ. શ્રી એ.જી. જાડેજા તથા એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો હેડ ક્વાર્ટર સ્ટાફ તથા ગઢડા પોલીસ સ્ટાફ સાથે જાત નિરીક્ષણ કરવામાં આવેલ હતું તથા તાબાના અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ તથા અગમચેતીથી કામગીરી કરવાં સૂચના આપેલ હતી. નાગરિકોને પાણીનાં પ્રવાહવાળા વિસ્તારમાં ન જવાં અપીલ કરવામાં આવી હતી.