લીંબડી તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઊભી થવા પામી છે, ત્યારે લીંબડી તાલુકાના બોડીયા ગામ ના અંદાજે ૧૫૦થી વધુ ખેડૂતોએ લીંબડી મામલતદાર કચેરી દોડી આવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું આપ્યું છે, ખેડૂતોએ જણાવ્યું છે કે આ પંથકના ખેડૂતો ખેતરમાં તલ, કપાસ, જુવાર, એરંડા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાનું જણાવી રહ્યા છે. આથી આ મામલે તાત્કાલીક સર્વે હાથ ધરી સર્વે કરાવી વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે.

દિપકસિંહ વાઘેલા