હાલ જ્યારે વરસાદી ઋતુ ચાલી રહેલ છે, અને અનેકો જગ્યાએ વીજ વાયરમાં ખાર લાગવાથી કે અન્ય કારણોસર વીજ પુરવઠો ખોરવાતો હોય છે, ત્યારે લીંબડી તાલુકા જુના પોલીસ સ્ટેશન પાસે આવે હેવી લાઇનનો વાયરમાં એકા એક કાગડાને શોક લાગતા વાયર તુટી જતાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેની જાણ લીંબડી પીજીવીસીએલને કરતાં પીજીવીસીએલ વાયરમેન કર્મચારીઓ દોડી આવ્યા હતાં અને ખોરવાયેલ વીજ પુરવઠો ચાલુ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે નોધારા વીજ પોલ પર કોઈપણ પ્રકારના આધાર વગર જીવના જોખમે ચઢી પીજીવીસીએલના વાયરમેન, કર્મચારીઓએ નવો વીજ વાયર નાંખીને ખોરવાયેલ વીજ પુરવઠો ચાલુ કરી આપ્યો હતો, ત્યારે આ કર્મચારીઓએ પોતાના જીવના જોખમે પોતાની ફરજ નિભાવી ઉમદા કામગીરીની પ્રશંસા મેળવી છે.

દિપકસિંહ વાઘેલા