આજે નરેન્દ્ર મોદી એશિયાના સૌથી મોટા ટેક્નોલોજી ઇવેન્ટ બેંગલુરૂ ટેક સમિટ 2022ના 25મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. ટેક ઇવેન્ટની સિલ્વર જ્યુબલી Tech4NexGenની થીમ સાથે ઉદઘાટન કરશે. ત્રણ દિવસીય ટેકનીકલ કાર્યક્રમો દરમ્યાન એમઓયૂ અને 20 પ્રોડક્ટને લોન્ચ કરશે. સી.એન.ઇલેકટ્રોનિક્સ, આઇટી, બીટી અને એસએન્ડ ટી અને ઉચ્ચ શિક્ષણ મંત્રી અક્ષય નારાયણે મંગળવારના પ્રતિષ્ઠિત બેંગલોર પેલેસમાં આયોજનની તૈયારીનું નિરિક્ષણ કર્યુ હતું.
In India, we're making digital access public, but at int'l level, there is still a huge digital divide. Citizens of most developing countries of the world do not have any kind of digital identity. Only 50 countries have digital payment systems: PM Modi during his address at G20 pic.twitter.com/K4kMs2yIaA
- Advertisement -
— ANI (@ANI) November 16, 2022
આ લોન્ચ દરમ્યાન વડાપ્રધાન એક રેકોર્ડેડ વીડિયોના માધ્યમથી સભાનું સંબોધન કરશે. તેમણે કહ્યું કે, અમે બે વર્ષ પછી બીટીએસનું સંપૂર્ણ ભૌતિક એડિશન લઇ રહ્યા છિએ અને 30 દેશોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ શિખર સંમ્મેલન દરમ્યાન ગુગલ અને માઇક્રોસોફ્ટ સહિત કેપનીઓ દ્વારા એમઓયુ અને કર્નાટક પવેલિયનમાં ઓછામાં ઓછા 20 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં બેંગલુરૂના 12થી વધારે સ્ટાર્ટ-અપ જે છેલ્લા વર્ષ યુનિકોર્નના રૂપમાં આગળ આવ્યા છે, જેને બેંગલુરૂ ઇમ્પેક્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં 550થી વધુ પ્રદર્શકોની સાથે આ ઇવેન્ટનું મેગા આકર્ષણ છે. એકસ્પોમાં લગભગ 50,000 દર્શકો આવવાની આશા છે.
આઇટીઇ અને બાયોટેકની મોટી કંપનીઓ સામેલ થશે
પ્રદર્શનમાં રોબર્ટ બોશ, કિંડ્રિલ, શેલ, બિલ્ડર એઆઇ, પેટીએમ, જોહો, માઇક્રોન, એસીટી, કૈશ ફ્રી, રેજર પે, બાયોકોન, એક્સેંજર, ઓરિજિન, ઇન્ટેલ અને ફિનિસિયા જેવા આઇટીઇ અને બાયોટેક મુખ્ય પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યા છે. આયોજકોના અનુસાર આંતરરાષ્ટ્રીય પવેલિયનમાં કનાડા, નેધરલેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, યૂકે, દક્ષિણ કોરિયા, અને ડેનમાર્કનો સમાવેશ થાય છે.