રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
રાજ્ય સહીત દેશભરમાં નશીલી સીરપનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે રાજકોટથી બાબરા જતી 2400 નશીલી સીરપ સાથે બાબરાના વેપારીને આટકોટ હાઈવે ઉપરથી દબોચી લઇ તપાસ હાથ ધરી છે.
રાજકોટ એસઓજીના પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સ્ટાફને ખાનગીરાહે મળેલી હકીકત આધારે આટકોટ રાજકોટ હાઈવે ઉપ2 બળધોઈ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી જી જે 05 સી બી 5619 નંબરની કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 3,69,600ની કિમતની 2400 કોર્પીન સીરપ મળી આવતા બાબરાના મેડીકલ એજન્સી સંચાલક અક્ષયભાઈ વિનુભાઈ ચૌહાણને અટકાયતમાં લઇ પુછતાછ કરતા આ સી25નો જથ્થો રાજકોટની મેડીકલ એજન્સીમાંથી લાવ્યો હોવાની અને બાબરા લઇ જતો હોવાની કબુલાત આપી હતી જો કે તેની પાસે બીલ કે કોઈ પુરાવા ન હોય કાર સહીત 4,69,600નો મુદામાલ કબજે કરી સીરપના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે રીપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટથી જે એજન્સીએ માલ મોકલાવ્યો હતો તે એજન્સીએ અગાઉ પણ એક વખત માલ મોકલ્યો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.