સોશિયલ મીડિયા કૉર્નર Dt.25-10
પરખ ભટ્ટ સતર્કતાનો રાષ્ટ્રજોગ સંદેશ લૉકડાઉન સમયથી શરૂ કરીને આજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વખત રાષ્ટ્રજોગ સંદેશો પાઠવવા માટે ભારતની ન્યુઝ ચેનલ્સ પર પ્રગટ થયા. આ અઠવાડિયે એમનું રાષ્ટ્રજોગ સંબોધન તહેવારોમાં સતર્કતા દાખવવા બાબતે હતું. રાબેતા મુજબ ન્યુઝ ચેનલ્સ અને નાગરિકોએ અવનવી અટકળો લગાવી. કેટલાકે કહ્યું કે, આજ વખતે સાહેબ અર્થતંત્ર પર વાત કરશે. કેટલાકે વેક્સિનના આગમન બાબતે જાહેરાતની સંભાવના વ્યક્ત કરી. પરંતુ એક પીઢ વડીલની માફક મોદી સાહેબનું કહેવાનું એ જ હતું કે, ‘ભાઇઓ-બહેનોંઓઓ, કોરોના ગયો નથી. બિંદાસ્ત થવાની જરૂર નથી.’ એમના સંબોધન પછી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે હળવી ટિપ્પણીઓ કરી કે, ‘આમ ને આમ અગર સાહેબ હળવી શૈલીમાં રાષ્ટ્રજોગ સંબોધન આપતા રહ્યા, તો નોટબંધી જેવો ખૌફ જતો રહેશે!’ નવરાત્રિમાં મિશન શક્તિ ઉત્તરપ્રદેશના હાથરસ કાંડને લીધે યોગી સરકારની પ્રતિષ્ઠાને ભયંકર હાનિ પહોંચી છે. લટકામાં, બિહારની ચૂંટણી માથે છે! યોગી આદિત્યનાથ હવે પગલાં ન ભરે તો રાજકારણ ક્ષેત્રે ધરખમ ભૂકંપો આવે એવી શક્યતા સેવવામાં આવી હતી. આથી નવરાત્રિ દરમિયાન એમણે સ્ત્રી અત્યાચાર ડામવા માટે ‘મિશન શક્તિ’ લૉન્ચ કર્યુ. સોશિયલ મીડિયા પર તે એટલું પ્રચલિત થયું કે લોકોએ આખું અઠવાડિયું યોગી આદિત્યનાથની વાહવાહી કરી. ફક્ત ત્રણ દિવસમાં સ્ત્રી અને બાળકો પર ગુનો આચરનારા ૧૪ આરોપીઓને ફાંસીની સજા, ૨૮ આરોપીઓને ઉંમર-કેદ અને ૩૯ ઇસમોને અમુક વર્ષોની જેલની સજા સંભળાવીને ઉત્તરપ્રદેશ સરકારે સપાટો બોલાવી દીધો. પરંતુ આવું જ કામ ચૂંટણી સિવાયના દિવસોમાં ભારતભરમાં થવું જોઈએ એવું સરકારને ક્યારે સમજાશે? હમારા ભીમ! ૮ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રીલિઝ થવા જઈ રહેલી બિગ-બજેટ ફિલ્મ ‘આર.આર.આર.’નો પહેલો લૂક સોશિયલ મીડિયા પર ચાલુ અઠવાડિયે અતિશય વાયરલ થયો. બાહુબલિ બાદ એસ.એસ.રાજામૌલી ફરી વખત ‘આર.આર.આર’ લઈને પ્રેક્ષકો સમક્ષ આવી રહ્યા છે, જેમાં જુનિયર એન.ટી.આર., આલિયા ભટ્ટ, અજય દેવગણ અને રામ ચરણ જેવા સુપરસ્ટાર્સ એકીસાથે બિગ-સ્ક્રીન પર જોવા મળશે. ભારતને સ્વતંત્રતા મળ્યા પહેલાંની આ વાર્તામાં આદિવાસી નેતા કોમારામ ભીમની વીરતા કેન્દ્રસ્થાને છે. બાહુબલિ સમયથી જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરી રહી છે. તમિલ, મલયાલમ, તેલુગુ, હિન્દી સહિતની ભાષાઓમાં તેને વર્લ્ડ-વાઇડ રીલિઝ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શું…
કોરોનાથી ડરો નહીં પરંતુ સતર્ક રહો: જીવન રહેશે ખુશહાલ
કોરોના કાળમાં નોર્મલ લાઇફ માટે જરૂરી છે સરકારની ગાઇડ લાઇનનું અનુસરણ, સમયસર…
હેલ્ધી ડાયેટ ફોર ટીનેજર
પૂજા કગથરા 13 વર્ષ થી 19 વર્ષની ઉંમર એ કીશોરો (ટીનેજર)ના શારિરીક…
ખેતીની જમીન પર ઊગશે સૌને પરવડે તેવા આવાસ!
એફોર્ડેબલ હાઉસિંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા…
કુદરત કા કરિશ્મા: અનુષ્કા અને સાક્ષી તો ક્લાસમેટ હતા
આવી જ કેટલીક ક્રિકેટની મજેદાર વાતો સાંભળો પ્રતિલિપિ FM પર ‘કિસ્સા ક્રિકેટ…
નવરાત્રિની ઝાકમઝોળ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ
રઢિયાળી રાતડીના રંગમાં કોરોનાએ પાડ્યો ભંગ : જાજરમાન આયોજનો, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ,…
મોડર્ન ટેકનોલોજી એટલે પોલીસતંત્રનો પરમમિત્ર!
મનોજ અગ્રવાલ (આઇપીએસ) પોલીસ કમિશનર - રાજકોટ એક જમાનામાં ગુનેગારોનું પગેરું દબાવવા…
TRP સ્કેમ અને બોલિવૂડનો કેસ: ‘ભુંગળાવાળાની ભવાઈ’ની વિશ્વસનિયતાની કબર પર છેલ્લો પણ તોતિંગ ખિલ્લો
TRP સ્કેમમાં કંઈ નવું નથી, બધાં બધું જાણે જ છે, આ તો…
સોશિયલ મીડિયા કૉર્નર – Dt.18-10-2020
પરખ ભટ્ટ (૧) અંધેરા કાયમ રહે! મુંબઈમાં ટાટા પાવરનીઇનકમિંગ સપ્લાય ફેઇલ જતાંની સાથે માયાનગરીમાં અંધારપટ છવાઈ ગયો. સેન્ટ્રલ, નૉર્થ અને સાઉથ મુંબઈના ઘણા વિસ્તારોમાં મલ્ટિપલ ટ્રિપિંગના સમાચારો સામે આવ્યા. દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ગુલ થતાંની સાથે જ આ ઘટના ગણતરીની મિનિટોમાં ટ્રેન્ડ થવા લાગી. કેટલાય પૈસાદાર નબીરાઓએ તો પોતાની જિંદગીમાં ક્યારેય ‘વીજળી ગુલ’નો અનુભવ નહોતો કર્યો, એ ઘાંઘા થઈને સોશિયલ મીડિયા પર મુજરો કરવા લાગ્યા! એમને કોણ સમજાવવા જાય કે પોણાભાગનું ભારત પાવર-કટનો છાશવારે અનુભવ કરતું રહે છે. કૉવિડ-હોસ્પિટલ્સ બેક-અપ ઇલેક્ટ્રિસિટી પર ચાલી. ૩૮૦ મેગાવોટનો પાવર-સપ્લાય ફરી નિયમિત કરવા માટે ઇલેક્ટ્રિસિટી બૉર્ડને બે કલાકનો સમય લાગ્યો. (૨) ટીઆરપીનો તાયફો કોઈ પણ ટીવી ચેનલની સફળતાનો માપદંડ એટલે ‘ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી)’! મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ત્રણ ચેનલો વિરૂદ્ધ ટીઆરપી ફ્રોડની જાહેરાત કરી, જેમાં અર્ણબ ગોસ્વામીની ‘રિપબ્લિક ભારત’ સહિત અન્ય બે ચેનલ્સ ‘ફક્ત મરાઠી’ અને ‘બૉક્સ ઑફિસ’નો પણ સમાવેશ થતો હતો. વીજળીવેગે આ સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. અર્ણબ ગોસ્વામી પર આરોપ હતો કે એમની ન્યુઝ ચેનલ ‘રિપબ્લિક ભારત’ દ્વારા ઑડિયન્સને ૪૦૦-૫૦૦ રૂપિયા આપીને એમની ચેનલ જોવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, જેના લીધે એમની ટીઆરપીમાં જબરો ઉછાળો નોંધવા મળ્યો છે. મૂળતઃ તો ઉદ્ધવ સરકાર હવે અર્ણબ ગોસ્વામીથી ત્રાસી ગઈ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં જે રીતે અર્ણબ ગોસ્વામી અને કંગના રનૌતે ભેગા મળીને સંજય રાઉત, આદિત્ય ઠાકરે અને શિવસેનાની ઇજ્જત પર આરોપો ઉછાળ્યા છે, એનાથી ઉદ્ધવ ઠાકરે બરાબર ખફા થયા છે. (૩) ખોખલા સેક્યુલારિઝમનો ખેલ! ટાટા તનિષ્કે આવી રહેલાં તહેવારો નિમિત્તે એક એડવર્ટાઇઝમેન્ટ બનાવી, જેમાં હિન્દુ ગર્ભવતી પુત્રવધુ માટે તેનો મુસ્લિમ સાસરાપક્ષ ગોદભરાઈની રસમ ગોઠવે છે. આ એડ ઑન-એર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ‘બોયકોટ્ટ તનિષ્ક’ હેશટેગ ટ્રેન્ડ કરવા માંડ્યુ. યુઝર્સનું કહેવું હતું કે મુસ્લિમ પરિવારમાં પરણીને ગયેલી હિન્દુ ગર્ભવતી સ્ત્રીને બદલે હિન્દુ પરિવારમાં પરણીને ગયેલી મુસ્લિમ પુત્રવધુ કેમ નથી દર્શાવતાં? વાત પણ સાચી. દાયકાઓથી સેક્યુલારિઝમના નામે ટીવી-ફિલ્મોમાં કેટકેટલું પધરાવવામાં આવે છે, જેની આપણને જાણ સુદ્ધાં નથી. યુઝર્સનું કહેવું હતું કે સમ ખાવા ખાતર એક વખત તો ચિત્ર પલટાવી જુઓ! ઇસ્લામ ધર્મના અનુયાયીઓ શું એ બદલાયેલા ચિત્રને સેક્યુલર ગણીને પચાવી શકવા સક્ષમ હશે? ભૂતકાળ તપાસીએ તો, આનો જવાબ ‘ના’ મળે છે. (૪) એપલનું નવું નજરાણું! દર વર્ષે ‘એપલ પાર્ક’માં યોજાતી ઇવેન્ટની સોશિયલ મીડિયા યુઝર્સ અને ટેક્નો-ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. આજ વખતે કોરોનાકાળને લીધે સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મૂળ એપલ ઇવેન્ટમાં નવા આઇફોન લૉન્ચ કરવામાં નહોતાં આવ્યા. પરંતુ ૧૩મી ઑક્ટોબરે એપલે આખા વિશ્વના સૌથી પ્રિય એવા નવાનક્કોર આઇફોન-૧૨ના ચાર મૉડેલ્સ લૉન્ચ કર્યા. આઇફોન ૧૨, આઇફોન ૧૨ મિની, આઇફોન ૧૨ પ્રો, આઇફોન ૧૨ પ્રો મેક્સ! પહેલીવહેલી વખત કોઈ ફોનમાં 5જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. જોકે, ભારતમાં હજુ 5જીના પ્રવેશને એકાદ-બે વર્ષની વાર છે. પરંતુ એ સિવાય પણ આઇફોન ૧૨ના ઘણા ફીચર્સ એવા છે, જેણે ચાહકોમાં ક્રેઝ ફેલાવ્યો છે. અલગ અલગ સ્ક્રીન સાઇઝ, જબરદસ્ત ફોટો કેમેરા, ડોલ્બી વીડિયો વિઝન, મેગ્સેફ સહિતની પુષ્કળ સગવડો ઉપરાંત આજ વખતે એપલે પર્યાવરણના બચાવ માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. એમનો સંકલ્પ છે કે, ૨૦૩૦ની સાલ સુધીમાં એપલની એકપણ પ્રોડક્ટ કાર્બનનું ઉત્સર્જન નહીં કરે.…
નવાઝની સફળતાનું રહસ્ય : દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં!
જો તમે આગળનું દરેક પાત્ર કે પર્ફોર્મન્સ ભૂલીને નવાની તૈયારી કરે રાખશો…


