કેરળમાં સૌથી વધુ વેચાણ: છતીસગઢમાં સૌથી ઓછુ
એન્ટીબાયોટીકના સેવનની બાબતમાં ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં વધુ સારું છે. ફાર્મરેકના ડેટા અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં એન્ટિબાયોટિક વપરાશમાં બીજા ક્રમની સૌથી ઓછી વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈ 2020થી જુલાઈ 2024 દરમિયાન એન્ટિબાયોટિકના વેચાણનાં વાર્ષિક કુલ 24.3 ટકાની સાધારણ વૃદ્ધિ થઈ છે. આ આકડાં દર્શાવે છે કે, ગુજરાત એન્ટિબાયોટિકના ઉપયોગ પ્રત્યે સાવચેત રહે છે.
- Advertisement -
આ સાધારણ વૃદ્ધિ એન્ટિબાયોટિક પ્રતિકાર સામે લડવાના વૈશ્વિક પ્રયાસો અને એન્ટિબાયોટિક્સના વધુ પડતાં ઉપયોગ અંગે આરોગ્ય સંભાળ પ્રદાતાઓ અને દર્દીઓમાં વધતી જાગૃતિને આભારી છે. વાઇસ પ્રેસિડેન્ટ, કોમર્શિયલ, ફાર્મરેકના વાઇસ પ્રેસિડેન્ટએ જણાવ્યું હતું કે ” એન્ટિબાયોટિકનો વપરાશ ઘણીવાર વસ્તીની ગીચતા અને ચેપી રોગના વ્યાપ જેવાં પરિબળો પર આધારિત હોય છે.
ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં પાણીજન્ય અને ચેપી રોગોની પ્રમાણમાં ઓછી ઘટનાઓને કારણે અલગ છે. પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતું શુષ્ક રાજ્ય મોસમી અસરોથી ઓછું અસરગ્રસ્ત છે તેથી કોલેરા અને અન્ય પાણીજન્ય રોગોનાં કેસો અહીં ઓછા થતાં હોય છે,”
રાજ્યનાં આરોગ્યસંભાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતી જતી જનજાગૃતિએ એન્ટિબાયોટિકના વેચાણ ઓછું કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. નીચા સ્વચ્છતા ધોરણો ધરાવતાં વિસ્તારોમાં પણ એન્ટિબાયોટિક ઉપયોગને ઓછો કરવા માટે આરોગ્ય સંભાળ સમુદાયના પ્રયાસો અને સ્વચ્છતાએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
- Advertisement -
ફાર્માસિસ્ટ પણ કોવિડ પછીનાં સમયગાળામાં વપરાશમાં ધીમી વૃદ્ધિને આરોગ્ય વિશે વધુ જાગૃતિ માટે જવાબદાર ગણાવે છે. ગુજરાત રાજ્યનાં ફેડરેશનના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે, ” જાહેર આરોગ્ય પહેલ અને લોકો દ્વારા જાળવવામાં આવતી સ્વચ્છતાથી ચેપ અને પાણીજન્ય રોગોની ઘટનાઓ અહીં ઓછી છે.”
શહેરનાં સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, “વર્ષોથી, ઘણાં લોકો એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સમાં વધારા વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે એન્ટિબાયોટિક્સના આડેધડ ઉપયોગને લીધે થાય છે., અમે એક જાગૃતિ અભિયાન કરીએ છીએ જેમાં ડોકટરોને ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શન અને અન્ય રોગો માટે બિનજરૂરી એન્ટિબાયોટિક્સ કેવી રીતે ન આપવી તે અંગે જણાવવામાં આવે છે.