અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરીડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષીત છે. આ ઘટના અંગે ખુદ ટ્રમ્પે જ માહિતી આપી છે કે, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.
ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા
- Advertisement -
રિપોર્ટ મુજબ આજે ટ્રમ્પના ફ્લોરીડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર બે અજાણ્યા લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળેથી એકે47 પણ મળી આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે, હુમલાખોરોએ ગોલ્ફ ક્લપ સામે બંદૂક તાકીને રાખી હતી. ઘટના અંગે પામ બીચ કાયદા અમલીકરણ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા. હાલ FBIએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે ટ્રમ્પની પ્રચાર ટીમે કહ્યું કે, ટ્રમ્પની નજીક ફાયરિંગની બનેલી ઘટનામાં તેઓ સુરક્ષિત છે, હાલ તેમને ઘટના અંગે કોઈ વધુ વિગતો આપી નથી.
ટ્રમ્પ પર 13 જુલાઈએ થયું હતું ફાયરિંગ
ઉલ્લેખનીય છે કે, આ ઘટના અગાઉ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બની હતી. તેઓ 13મી જુલાઈએ પેન્સિલવેલિયામાં એકને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી. હાલ આજની ઘટના અંગે એફબીઆઈ અને યુએસ સીક્રેટ સર્વિસે તપાસ શરૂ કરી દીધી છે. ટ્રમ્પ સપ્તાહના અંતે વેસ્ટ કોસ્ટની સફરમાંથી ફ્લોરિડા પરત ફર્યા હતા. શુક્રવારે રાત્રે લાસ વેગાસમાં એક રેલી અને ઉટાહમાં ભંડોળ એકત્ર કરનારનાં કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
- Advertisement -
કમલા હેરિસે નિવેદન આપ્યું હતું
ટ્રમ્પની નજીક થયેલા હુમલા અંગે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમની મિલકતની નજીક ફાયરિંગ થયું હોવાના રિપોર્ટ મલ્યા છે. હું ખુશ છે કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બીજીતરફ વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે, ‘અમે એ જાણીને રાહત થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે.’
ટ્રમ્પ પર હુમલો કરનાર રૂથ કોણ છે? તેની અગાઉ પણ ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી
ડેઈલી મેઈલ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં જ્યારે રિપબ્લિકન પાર્ટીમાં પ્રાથમિક ચૂંટણીઓ થઈ રહી હતી, ત્યારે રૂથે ટ્રમ્પ સામે લડી રહેલા ઉમેદવારો વિવેક રામાસ્વામી અને નિક્કી હેલીને સમર્થન આપ્યું હતું. બીબીસી અનુસાર, શંકાસ્પદ રૂથની ધરપકડ બાદ તેના ફેસબુક અને એક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ટ્રમ્પ વિરુદ્ધ અનેક પોસ્ટ કરી હતી. આ સિવાય તેણે ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપ્યું હતું. રૂથ યુક્રેન માટે ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં સામેલ હતો. તે વર્ષ 2022માં યુક્રેન પણ ગયો હતો. તેણે આ સાથે જોડાયેલી વાતો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. તેણે કહ્યું કે તે યુક્રેન માટે લડવા અને મરવા માટે તૈયાર છે. રૂથના મોટા પુત્ર ઓરેને સીએનએનને કહ્યું, “તેના પિતા એક પ્રેમાળ, મહેનતુ માણસ છે. મને નથી ખબર કે ફ્લોરિડામાં શું થયું પરંતુ મને વિશ્ર્વાસ છે કે આ મામલાને વધારી-ચઢાવીને બતાવવામાં આવી રહ્યો છે. મારા પિતા આવું કામ કરી શકે નહીં.