જૂનાગઢમાં અનોખી રીતે હોળી-ધુળેટીની ઉજવણી
તા.6 સોમવારના ઉતાસણી પર્વની ઉજવણી: શહરેના અન્ય ધાર્મિક સ્થાનોમાં હોળી – ધુળેટીનો અનરો મહિમા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં અનેક ધર્મ સ્થાનો આવેલા છે જેમાં ખાસ ગિરનાર પર્વત અને ઉપલા દાતાર ની જગ્યા એ ધાર્મિક તહેવારો ની ઉજવણી ધામધૂમ પૂર્વક આવે છે જેમાં હોળી – ધુળેટી નો અનેરો મહિમા જોવા મળે છે તેની સાથે શહરેના દામોદર કુંડ,ભવનાથ તળેટી સહીત માંગનાથ વિસ્તારમાં આવેલ રણછોડ રાયજી મંદિરે પણ ધાર્મિકતાની દર્ષ્ટિએ અનેરો હોળી – ધુળેટીનો તેહવાર માનવામાં આવે છે.
જુનાગઢ ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર ખાતે આગામી તા. 6 અને સોમવારે હૂતાસણી પ્રગટાવવામાં આવશે તેમ મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ જણાવ્યું હતું જયારે ગીરીવર ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના મંદિર પરિસર ખાતે પરંપરાથી ઉતાસણી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે તારીખ 6 માર્ચની સંધ્યા આરતી બાદ ઉતાસણી પર્વ ઉજવવામાં આવશે પુરા વિધિ વિધાન સાથે હોળીનું પ્રાગટ્ય થશે અને વર્ષોની પરંપરા રહી છે કે અંબાજી મંદિરની ઉતાસણી પ્રગટ્યા બાદ પછી બારે ગાવ હોળી પ્રગટાવતા હોય છે જયારે અંબાજી મંદિર પરીસર પાસે શ્રીફળ ની હોળી પ્રગટાવામાં આવેછે અને તેમાં મુકવામાં આવતો ઘડા માં 7 જાતના ધાન મુકવામાં આવેછે અને ધુળેટી ના દિવસે ગિરનાર ની યાત્રા કરવા આવતા ભાવિકો ને પ્રસાદી રૂપે ખજૂર , ઘણી ,પતાસા દાળિયા સહીત નો પ્રસાદ આપવામાં આવે છે. જૂનાગઢ ગિરનાર સમીપ ઉપલા દાતાર જગ્યાના મહંત ભીમબાપુ એ જણાવ્યું હતું કે વર્ષોની પરંપરા મુજબ ઉપલા દાતાર જગ્યા ખાતે હોળી -ધુળેટી ની ઉજવણી કરવામાં આવેછે જેમાં દાતાર ની જગ્યામાં આવેલ ગૌશાળા ના છાણાં ની હોળી પ્રગટાવામાં આવેછે અને પેહલા હોળીકા નું વિધિવત રીતે પૂજન કરવામાં આવેછે અને ત્યાર બાદ હોલિકા દહન કરવામાં આવેછે અને દૂર દૂર થી ભાવિકો ઉપલા દાતાર બાપુના દર્શન સાથે હોળી દર્શન કરવા પધારે છે અને મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવે છે.
ફાગણ સુદ અગિયારસ થી પૂનમ સુધી કૃષ્ણ મંદિરોમાં ઉજવાશે રાળ મહોત્સવ જેમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો હોળી ધુળેટી નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વિવિધ કૃષ્ણ મંદિરો અને હવેલીમાં ફૂલડોલ ઉત્સવ અને રાલદર્શન સાથે ભગવાન શ્રીકૃષ્ણની ગોપી ભાવે આરાધના કરવામાં આવે છે. રાળ દર્શન એ અગ્નિ દેવતાને આહવાન આપવાનો એક રિવાજ માનવામાં આવે છે અને ફાગણ સુદ અગિયારસ થી પૂનમ સુધી દરરોજ રાત્રે સળગતી મસાલો ઉપર કપૂરનો પાવડર છાંટીને આગની જ્વાળાને આકાશ તરફ મોકલવામાં આવે છે અને એ રીતે અગ્નિ દેવતાને હોળી પ્રાગટ્ય માટે પધારવા આહવન આપવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા વચ્ચે ભાવિકો રાલ ઉત્સવમાં ભાગ લેતા હોય છે. આયુર્વેદિક ની દ્રષ્ટિએ પણ કપૂરનો પાવડર વાતાવરણને શુદ્ધ કરે છે અને મિશ્ર ઋતુ વચ્ચે આબોહવામાં રહેલા મચ્છર અને નાના નાની જીવાતોનો નાશ કરે છે જેથી કપૂરના પાવડરનો મહત્તમ ઉપયોગ રાળદર્શનમાં થાય છે જૂનાગઢમાં રાધા દામો દરજી મંદિર તેમજ રણછોડરાયજી મંદિરે રાળ ઉત્સવનો આજથી પ્રારંભ થશે જે હોલિકા દહન સાથે પૂર્ણ થાય છે.
- Advertisement -
નિર્ણય સિંધુ ગ્રંથાનુસાર દિવોદાસીય પ્રમાણ આપે છે
તારીખ 06/03/2023 સોમવારના દિવસે 16:18મિનિટ પછી પૂર્ણિમાનો આરંભ છે એટલે રાત્રિકાલમાં પૂર્ણિમા છે. અને સવિશેષ તા.07/03/2023 અને મંગળવારે સાંજના 18:11 સુધી જ પૂર્ણિમા છે. આ કારણોસર રાત્રિકાલીન પૂર્ણિમા સોમવારના 06/03/2023નાં દિવસે જ યોગ છે.અત: હોલિકાદહન 06/03/2023નાં સૂર્યાસ્ત પછી છે.ભદ્રા સોમવતી છે માટે ગ્રાહ્ય છે.અને તા.07/03/2023 ધૂળેટી છે.વિદ્વાનોનાં પરિશ્રમથી નિર્ણય સર્વગ્રાહી છે.
હોળીની જાળ પરથી આગામી વરસાદનો વરતારો થાય છે
દેશ ભરમાં હોળી – ધુળેટીની ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે તેમાં ધાર્મિક દ્રષ્ટિએ હોલિકા દહન બાદ હોળીની જાળ કઈ દિશા માં જાય છે તેના પરથી વરસાદ કેવો રેહશે તે નક્કી થતું હોય છે અને સાથે વર્ષ દરમિયાન શું થવાનું છે તેના સંકેતો મળતા હોઈ છે.