છેલ્લા 10 દિવસમાં મખાનાની કિંમતમાં લગભગ 32 ટકાનો ઉછાળો
દેશી અને વિદેશી ગ્રાહકોની જબરદસ્ત ડિમાન્ડના કારણે ભાવમાં વધારો
- Advertisement -
છેલ્લા 10 દિવસમાં મખાનાની કિંમતમાં લગભગ 32 ટકાનો ઉછાળો આવી ગયો છે. વેપારીઓ અને સપ્લાયર્સનું કહેવું છે કે, દેશી અને વિદેશી ગ્રાહકોની જબરદસ્ત ડિમાન્ડના કારણે આમ થયુ છે.
જાન્યુઆરીમાં મખાનાનો ભાવ 950 રૂપિયે કિલો હતો, જે હવે વધીને 1250 રૂપિયે કિલો થઈ ગયો છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના બજેટમાં મખાના પર ફોકસ બાદ માંગમાં વધારો થયો છે. નાણામંત્રીએ બજેટમાં બિહારમાં મખાના બોર્ડ બનાવવાની જાહરાત કરી હતી. આ બોર્ડનું કામ મખાનાનું ઉત્પાદન વધારવા અને માર્કેટીંગ કરવાનું છે. બિહારમાં જ દેશના 90 ટકાથી વધુ મખાનાની ખેતી થાય છે. બિહારના 10 જિલ્લામાં દેશના 90 ટકાથી વધુ મખાનાનુ ઉત્પાદન થાય છે.
વેપારીઓનું કહેવું છે કે, બજેટ બાદ યુકે, સિંગાપોર, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાથી ઓર્ડર આવવા લાગ્યા છે. જયારે દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા ઓછો વપરાશ વાળા ઘરેણાની બજારમાં પણ ડિમાન્ડ વધી છે.