સાત સમંદર પાર ચંદ્રક મેળવનાર સૌપ્રથમ ભારતીય સંસ્થા
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે સાત સમંદર પાર સફળતાના પરચમ લહેરાવ્યા છે. 15 ઓક્ટોબરે લંડન ખાતે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરને ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યર – નોટ-પ્રોફિટ કેટેગરીમાં સ્ટીવી એવોર્ડ એનાયત થયો છે. ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ મેળવનાર અજઉઈ સૌપ્રથમ ભારતીય સંસ્થા છે.
નિર્ણાયક તબક્કે 35 જજોની ટીમે અજઉઈને ઞજઅની જ્યુનિસ ગ્લોબલ, લંડનની ઝખ ફોરમ, તુર્કીની સિમેન્ટ ઇન્ડસ્ટ્રી એમ્પ્લોયર્સ યુનિયન અને ઞજઅની લાઇફ સર્વિસીસ ઓલ્ટરનેટિવ્સ જેવી સંસ્થાઓના મુલ્યાંકન કર્યા બાદ વિજેતા જાહેર કરી હતી.
- Advertisement -
અજઉઈએ દેશમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા પછાત વર્ગના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા કૌશલ્યવર્ધનની ઉચ્ચસ્તરીય તાલીમ પૂરી પાડવામાં આવે છે. અજઉઈ ભારતના 11 રાજ્યોમાં 20 થી વધુ ક્ષેત્રોમાં 75 થી વધુ અભ્યાસક્રમો દ્વારા રોજગારલક્ષી તાલીમ પૂરી પાડે છે. સંસ્થાની પ્રવૃત્તિઓના પરિણામે 1 લાખથી વધુ યુવાનોને રોજગારી માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે, જેમાં 60% થી વધુ તો મહિલાઓનો સમાવેશ થાય છે. કૌશલ્ય વિકાસક્ષેત્રે સંસ્થા દ્વારા 19 જેટલા યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકવામાં આવ્યા છે.
અજઉઈ દેશમાં સૌથી મોટા સિમ્યુલેશન-આધારિત તાલીમ કાર્યક્રમો ચલાવે છે, જેમાં તાલીમાર્થીઓ ઓગમેન્ટેડ રિયાલિટી (અછ) અને વર્ચ્યુઅલ રિયાલિટી (ટછ) આધારિત તાલીમ અને મૂલ્યાંકનો કરી શકે છે. સિમ્યુલેટર દ્વારા બહુહેતુક ક્રેન ઓપરેટર પ્રોગ્રામ ભારતના 200થી વધુ બંદરોને કુશળ માનવબળ પૂરું પાડે છે.
પ્રીમિયર બિઝનેસ એવોર્ડ તરીકે ખ્યાતિપ્રાપ્ત ઇન્ટરનેશનલ બિઝનેસ એવોર્ડ્સ (2022 ઈંઇઅ) ને દુનિયાભરના 67 દેશોની જાહેર અને ખાનગી સંસ્થાઓ તરફથી એન્ટ્રીઓ મળી હતી. આ વર્ષે તમામ લેવલના સંગઠનો તરફથી 3,700 થી વધુ નામાંકનો સબમિટ કરવામાં આવ્યા હતા. જેમાં સોશિયલ મીડિયા અને વિચારશીલ નેતૃત્વ ધરાવતી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત સિદ્ધિઓ માટે પણ અનેક નવી શ્રેણીઓ બનાવવામાં આવી હતી.