By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    7 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    3 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    3 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    3 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    7 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે, ઉમેદવારો વચ્ચે થશે ટક્કર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે, ઉમેદવારો વચ્ચે થશે ટક્કર
ખાસ-ખબરગુજરાત

AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે, ઉમેદવારો વચ્ચે થશે ટક્કર

Khaskhabar Editor
Last updated: 2022/11/11 at 11:06 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

- Advertisement -

AAPના સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો

તમને જણાવી દઇએ કે, AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જોકે, દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.

AAPએ જાહેર કરેલા વોટ્સએપ પોલમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા હતા

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળતાં ઈસુદાન ગઢવીને AAPએ CM પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઇસુદાન ગઢવીની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર

ઇશુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં ‘યોજના’ નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.

14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા

ઇસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો ‘મહામંથન’ શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઇશુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના ​​રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.’

You Might Also Like

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

રાજકોટના લોકમેળામાં ૪૦થી વધુ જાલીનોટો વટાવી મોજશોખ કર્યા હોવાની કબૂલાત : એમપીના શખ્સને ઝડપી લેવા તજવીજ

ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પાની આડમાં કુટણખાનું ચલાવતુ દંપતિ ઝબ્બે

TAGGED: aap, candidate, DWARKA, IsudanGadhvi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયાના મહા વાણિજય દૂતાવાસે આપ્યું આમંત્રણ: યુક્રેન છોડીને પરત આવેલા છાત્રો પોતાનો અધુરો કોર્સ કરી શકશે પુરો
Next Article મિશન સાઉથ પર નીકળ્યા વડાપ્રધાન મોદી: આ ચાર રાજ્યોને 25 હજાર કરોડની આપશે ભેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?