યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ર્ચિમ આફ્રિકામાં દેખાશે, રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણની વૈજ્ઞાનિક સમજ આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જોવા મળવાનું છે. આ ગ્રહણની અવધિ 3 કલાક 53 મિનિટની રહેશે.
- Advertisement -
જે પ્રદેશો-દેશમાં ખંડગ્રાસ ગ્રહણ જોવા મળવાનું છે ત્યાં વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઓ, જાગૃતો જોવા માટે થનગની રહ્યા છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. રાજયમાં અવકાશી ગ્રહણ સંબંધી ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકોને વૈજ્ઞાનિક સમજ આપી સદીઓ જુના વિચારોને તિલાંજલિ આપવા સંબંધી વાત મુકશે. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત 2081 ના ફાગણ કૃષ્ણપક્ષ વદ-અમાસને શનિવાર તા. 29મી માર્ચ, 2025 મીન રાશિમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. તેની અવધિ 3 કલાક ને 53 મિનિટની રહેશે. ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ: 14 કલાક 20 મિનિટ 43 સેક્ધડ, ગ્રહણ મધ્ય: 16 કલાક 17મિનિટ 27 સેક્ધડ, ગ્રહણ મોક્ષ : 18 કલાક 13 મિનિટ 45 સેક્ધડ, ગ્રહણ પરમ ગ્રાસ : 0.936 રહેશે.
રાજયમાં જાથાના વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ-ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે. જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, પ્રકાશ મનસુખભાઈ, ઉમેશ રાવ, રાજુભાઈ યાદવ, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, મથલ હુસેનભાઈ ખલીફા, નાથાભાઈ પટેલ, રાજકોટ નિર્ભય જોષી, તુષાર રાવ, એડવોકેટ હર્ષાબેન પંડયા, પ્રફુલ્લાબેન રાવ, ભાનુબેન ગોહિલ અનેક કાર્યકરો પોતાના વિસ્તારમાં વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમ ગોઠવવા સંબંધી વ્યવસ્થા કરી રહ્યા છે. અંતમાં રાજ્યમાં પોતાના ગામ, શહેરમાં વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો ગોઠવવા ઈચ્છુક લોકોએ મો. 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.