સ્ટોક હોલ્ડર દ્વારા નિયમોને નેવે મૂકી કોલસાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખનિજ ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે સ્થાનિક તંત્ર આ કોલસાની ખનિજ ચોરી સામે માત્ર મૂકપ્રેક્ષક બનીને બેઠું છે તેવામાં ચોટીલા પ્રાંત અધિકારી એની કોઈ વિભાગની મદદ વગર માત્ર પોતાની ટીમ સાથે ખનિજ ચોરી અટકાવવા કાર્યવાહી કરી રહ્યા છે અને કેટલાક અંશે સફળ પણ રહ્યા છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ.તો.મકવાણા વારંવાર થાનગઢ અને મૂળી પંથકમાં કોલસાના ગેરકાયદેસર ખનન પર દરોડા કર્યા બાદ હવે આ ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરવા માટેના આખાય કૌભાંડને ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો જેમાં સ્ટોક હોલ્ડર દ્વારા ગેરકાયદેસર કોલસાને રોયલ્ટીના જોરે પોતાની પરમિટ આપી કોલસાને કાયદેસર કરી દેવાય છે. થાનગઢ પંથકના ખાખરાળી વિસ્તારમાં ચાલતા આ પ્રકારના સ્ટોક હોલ્ડરને ત્યાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શનિવારે સાંજે દરોડો કરી કોલસાની જથ્થો 1100 ટન, સિલિકા સેન્ડ 400 ટન, ડમ્ફર 4, જેસીબી 1, લોડર 2, હિટાચી મશીન 1, એક્સપ્લોઝિવ સેફ્ટી ફ્યુઝ એક બોક્સ, કરશર પ્લાન્ટ સહિત 2,28,70,000/- રૂૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો. આ સ્ટોક હોલ્ડરને ત્યાં તપાસ કરતા કોલસાનો જથ્થાનો કોઈ હિસાબ મળતો ન હોય જેથી સ્પષ્ટ રીતે સરકારી અથવા ગૌચર જમીન પરથી કોલસાનું બિનઅધિકૃત ખોદકામ કરી લાવ્યા હોવાનું જણાતું હતું જોકે હાલ તમામ મુદામાલ અને કોલસાનો જથ્થો જપ્ત કરી સ્ટોક હોલ્ડરના નિયમોના ઉલંઘન બદલ સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કોલસાને કાયદેસર બનાવતા અને ગેરકાયદેસર ખોદકામના મૂળ સુધી પહોંચી ખનિજ માફિયાઓને વિચારતા કરી દીધા છે.
- Advertisement -
સ્ટોરેજ હોલ્ડર વિરુદ્ધ 16 જેટલા નિયમો ભંગ બદલ કાર્યવાહી
(1) ધ માઇન્સ એક્ટ 1952
(2) માઈન્સ એન્ડ મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ-1957
(3) ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ નિયમો 2017
(4) ગુજરાત પ્રીવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ નિયમો 2016
(5) ઊઙઅ એકટ-1986
(6) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની ગાઈડલાઈન
(7) જમીન મહેસુલ અધિનિયમ 1879
(8) ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972
(9) ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન અધિનિયમ 1987
(10) લેબર એકટ-1948
(11) એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1980
(12) એક્સપ્લોઝિવ એક્ટ 1884
(13) એક્સપ્લોઝિવ રુલ્સ 2008
(14) ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 (15) ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005
(16) જીએસટી એક્ટ 2017 ભંગ બદલ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સ્ટોક હોલ્ડર દ્વારા ક્યાં નિયમો ભંગ કરવામાં આવ્યા ?
- Advertisement -
(1) સ્ટોક હોલ્ડર દ્વારા સવાલવાળી જમીન પર કાર્બોસેલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવેલ તેમજ કોને કોને વેચાણ કરવામાં આવેલ ? તેના રજીસ્ટર નિભાવેલ નથી. જથ્થો આજુબાજુની સરકારી પડતર જમીન, ગૌચરની જમીન તથા ખાનગી માલિકીની જમીનમાં ખોદકામ કરી જથ્થો સ્ટોર કરવામાં આવેલ હોવાનું જણાય છે. ખરેખર આ કાર્બોસેલ અને સેન્ડ સ્ટોનનો જથ્થો કયા લીઝ હોલ્ડર પાસેથી ખરીદી કરેલ છે ? તેની કાયદેસરતા અંગેના કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી.
(2) ખરીદ વેચાણ વ્યવહારો અંગેનું રજીસ્ટર નીભવેલ નથી તેમજ રોયલ્ટી પાસ ઇસ્યુ કર્યા અંગેના કોઈપણ પ્રકારના સાધનિક કાગળો રજુ કરેલ નથી.
(3) સ્ટોક હોલ્ડરની આજુબાજુ જમીનમાં વેસ્ટ માલ ઠાલવીને પર્યાવરણને નુકશાન તથા જમીનને મોટાપાયે નુકશાન કરેલ છે.
(4) સ્ટોક હોલ્ડર દ્વારા એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ (ઊઈ), સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી તથા ખજ્ઞઊઋઈઈ તરફથી એન્વાયરમેન્ટ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવેલ નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કોલસાના ખનન અંગે “ખાસ – ખબર” દ્વારા અનેક અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા જેમાં ગત 26/11/2024ના રોજ “ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરવામાં લિઝ ધારકોની મોડસ ઓપરેન્ડી અંગે વિગત જાહેર કરી હતી. ત્યારે ખાખરાળી વિસ્તારમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જે પ્રકારે દરોડા કરાયા તેમાં અગાઉ “ખાસ-ખબર” દ્વારા જાહેર કરેલી વિગત સત્ય સાબિત થઈ હતી.