ગ્રામ્ય LCBએ 6 ચોરાઉ બાઇક કબજે કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
મેટોડા જીઆઇડીસી વિસ્તારમાંથી લોક વગરના બાઇકની ઉઠાંતરી કરતા જેતપુરના શખ્સને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ છ ચોરાઉ બાઈક કબ્જે કર્યા હતાં. અઠંગ બાઈક ચોરએ કાલાવડ રોડ પરથી પણ બાઈક ચોરી હોવાની કબૂલાત આપી હતી.
- Advertisement -
રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડે મિલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવાની સૂચના આપતા એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા અને ટીમ મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં થયેલ બાઈક ચોરીના ગુના ઉકેલવા પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ રવિદેવ બારડ, રોહિત બકોત્રા સહિતને મળેલી બાતમી આધારે છ ચોરાઉ બાઈક સાથે જેતપુરના અમરનગરના જયપાલ બહાદુર વાળાને જેતપુરમાંથી દબોચી લીધો હતો વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અઠંગ બાઈકચોર જયપાલ વાળા મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં લોક કર્યા વગરની બાઈક ઉઠાવી નાસી છૂટવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. તેમજ અગાઉ તેને રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારમા કાલાવડ રોડ પરથી પણ બાઈક ચોર્યાની કબુલાત આપી હતી.