એન્ટીક વસ્તુઓની હરાજીમાં લાખોની કિંમત હોય છે. પરંતુ તમે માની શકો કે 47 વર્ષ જુના એક કાગળના ટુકડાની કિંમત લાખોમાં હોઈ શકે ? જીહા એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા સાઈન કરાયેલ ચેક હરાજીમાં 106985 ડોલર અર્થાત 87 લાખ રૂપિયામાં વેચાયો હતો. જયારે આ ચેક પર લખેલી રકમ માત્ર 175 ડોલર એટલે કે 14 હજાર રૂપિયાની હતી. આ ચેક 1976માં એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા ભરવામાં આવ્યો હતો. આ ચેક કેમ્પ્ટન, રેમ્કે અને પિલર આઈએનસી માટે ભરવામાં આવ્યો હતો. આ ચેક એટલા માટે પણ ખાસ છે જેમાં ઓફિસનું મૂળ સરનામું લખેલું છે.જે એપલનું પહેલું ઓફિશિયલ એડ્રેસ છે.