રૂ.64 કરોડનાં ખર્ચે બની રહેલા બ્રિજમાં ફૂટીંગ, કેપ, ગર્ડરની કામગીરી પૂર્ણ
સ્લેબ અને હોસ્પિટલ ચોક બાજુનો એપ્રોચ રોડ મળી માત્ર 20% કામ બાકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
2ાજકોટ-જામનગ2 હાઈવે ઉપ2 માધાપ2 ચોકડી નજીક બની 2હેલા ફલાય ઓવ2 બ્રિજનું આગામી એપ્રિલનાં અંત સુધીમાં લોકાર્પણ ક2ી દેવામાં આવશે અને આ અંગેની તૈયા2ીઓ પણ પૂ2જોશમાં ચાલી 2હી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી વર્ષ જેટલા સમયથી 2ાજકોટ જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વા2ા આ ફલાય ઓવ2 બ્રિજનાં નિર્માણની કામગી2ી ચાલી 2હી છે. રૂા.64 ક2ોડનાં ખર્ચે બની 2હેલા આ બ્રિજનાં નિર્માણ બાદ માધાપ2 ચોકડીની જટીલ ટ્રાફિક સમસ્યાનો અંત આવી જશે. દ2મ્યાન 2ાજકોટ જિલ્લા માર્ગ-મકાન વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસા2 માધાપ2 ચોકડીનાં ફલાયઓવ2 બ્રિજની કામગી2ી અત્યા2 સુધીમાં 80 ટકા જેટલી થઈ ગઈ છે અને હવે બ્રિજ ઉપ2નો સ્લેબ અને હોસ્પિટલ ચોક બાજુનો એપ્રોચ 2ોડ મળી 20 ટકા જેટલુ કામ બાકી છે અને આ 20 ટકા જેટલી બાકી કામગી2ી આવતા એપ્રિલ માસ સુધીમાં થઈ જશે.
એટલે એપ્રિલનાં અંત સુધીમાં માધાપ2 બ્રિજનું લોકાર્પણ ક2ી દેવાશે, તેવી ગણત2ી છે. તેવુ 2ાજકોટ જિલ્લા માર્ગ-મકાન વિભાગનાં સુત્રોએ ઉમેર્યુ હતુંં આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા માર્ગ-મકાન વિભાગનાં સૂત્રોએ જણાવેલ હતું કે 2ાજકોટમાં માધાપ2 ચોકડી પ2 સ2કા2 દ્વા2ા ફલાય ઓવ2 બ્રિજ હોસ્પિટલ ચોકથી જામનગ2 હાઈવે સાઈડ બની 2હયો છે જે બનાવવા માટે રૂા.64 ક2ોડની વહીવટી મંજુ2ી આપવામાં આવેલ હતી.
- Advertisement -
જેમાં ફલાય ઓવ2 બ્રિજ 1124.65 મીટ2 લંબાઈમાં 2* 11.90 મીટ2 પહોળાઈમાં તેમજ અંડ2 પાસ 584 મીટ2 લંબાઈમાં 2*7.50 મીટ2 પહોળાઈમાં બનાવવાનું આયોજન થયેલ છે. જે તે સમયે માધાપ2 બ્રિજની કામગી2ી સી.આ2.પી. ઈન્ટ્રા પ્રા.લી. સુ2તને રૂા.64 ક2ોડ 15 મહીનાની સમય મર્યાદાનું ટેન્ડ2 સ2કા2 દ્વા2ા મંજુ2 ક2ેલ, જે કામગી2ી ચાલુ ક2વા તા.12/10/2020 નાં 2ોજ કામ ચાલુ ક2વાનો આદેશ કરાયો હતો. પ2ંતુ માધાપ2 ચોકડી પ2 2ોડની સાઈડમાં દબાણ, પુટીલીટી, જમીન સંપાદન વિગે2ે જેવા પ્રશ્નોના કા2ણે બ્રિજની કટીંગની કામગી2ી અંદાજે તા.25/6/2021 થી શરૂ ક2વામાં આવેલ હતું. હાલ બ્રિજની કામગી2ીમાં ફુટીંગ, કેપ, ગર્ડ2ની કામગી2ી પૂર્ણ થયેલ છે. તથા 60 ટકા સ્લેબની કામગી2ી પૂર્ણ થયેલ છે અને જામનગ2 હાઈવે સાઈડનો એપ્રોચની કામગી2ી પૂર્ણ થયેલ છે. હોસ્પિટલ ચોક બાજુ એપ્રોચની કામગી2ી પણ પ્રગતીમાં છે. આ ફલાય ઓવ2 બ્રિજની કામગી2ી અંદાજે એપ્રિલ 2023 સુધીમાં પૂર્ણ ક2વાનું તંત્રનું આયોજન છે આ ફલાય ઓવ2 બ્રિજ ચાલુ ર્ક્યા બાદ અંડ2પાસની કામગી2ી હાથ
ધ2વામાં આવશે.