હવે માસ્ટરકાર્ડ લેવા ઇચ્છતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. આરબીઆઇએ અમેરિકાની માસ્ટર કાર્ડ કંપનીને નવા ગ્રાહકોને જોડવા માટે પરવાનગી આપી છે. આ સાથએ જ તેમના પર લગાવેલા પ્રતિબંધોને તાત્કાલિક હટાવી દીધા છે. આરબીઆઇએ ગયા વર્ષ માસ્ટરકાર્ડને નવા ગ્રાહકોને જોડવા માટે પ્રતિબંધ લગાવી દીધો હતો, કારણકે આ પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્થાનિક સ્ટોરેજના નિયમોનું પાલન કરી રહ્યા નથી.
- Advertisement -
આરબીઆઇએ પોતાના નિવેદનમાં કહ્યું કે, માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પીટીઇ લિમિટેડ દ્રારા પેમેન્ટ સિસ્ટમનો ડેટાથી જોડાયેલા નિયમોનું પાલન કરતા હોવાનું જણાતા, તેમના પર લાગેલા પ્રતિબંધોને તાત્કાલિક ધોરણે હટાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં આરબીઆઇએ માસ્ટરકાર્ડ પેમેન્ટ સિસ્ટમ ડેટાની સ્થાનિક ગાઇડલાઇનનું પાલન કરીને નવા ગ્રાહકો સાથે જોડાવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે, આરબીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રતિબંધથી જુના ગ્રાહકોને કોઇ નુકશાન થશે નહીં.
જો કે, આરબીઆઇના નિયમો અનુસાર, બધા પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા ગ્રાહકોને પેમેન્ટ ડેટાને ભારતમાં જ સ્ટોર કરવા અને ગુપ્ત રાખવા આવશ્યક છે. ભારતીય RUPAY કાર્ડ માસ્ટરકાર્ડ અને VISA જેવી કંપનીઓને સારી ટક્કર આપી દે છે.
- Advertisement -