57 વર્ષથી યોગ સાધના : યોગને માને છે ઇશ્વર
- Advertisement -
650 યોગ શિબિર યોજી, ભારતના કોઈ પણ ખૂણે યોગ શિબિર માટે નિ:શૂલ્ક સેવા
72 વર્ષની ઉંમરે ચાલવું પણ મુશ્કેલ બનતું હોય છે, પરંતુ જૂનાગઢના પ્રતાપભાઈ થાનકી 72 વર્ષની ઉંમરે નિયમિત યોગ કરે છે. 650 થી વધુ યોગ શિબિરો કરી છે. ભારતનાં કોઇપણ ખૂણે શિબિરમાં જાય તો ફી લેતા નથી, એટલું જ નહીં ટિકિટના ખર્ચ પણ પોતે ભોગવે છે . 15 વર્ષની ઉંમર હતી ત્યાથી યોગ કરી રહ્યા છે અને શરીરનાં 17 અંગ પર કંટ્રોલ છે. એવા યોગગુરૂ પ્રતાપભાઇ થાનકીની વિશ્વ યોગ દિવસ પહેલા ખાસ ખબર સાથે ખાસ મુલાકાત.
પ્રતાપભાઇ થાનકીનો તા. 5/11/1950માં પોરબંદરમાં જન્મ થયો હતો. પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણથી લઇ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો. કોલેજ દરમિયાન જ જીઇબીમાં નોકરી મેળવી અને નોકરી કરવા લાગ્યાં. પ્રતાપભાઇ થાનકી હાલ નિવૃત છે હા, માત્ર નોકરીમાંથી નિવૃત થયા છે. પરંતુ હવે યોગને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે. પ્રતાપભાઇ થાનકીએ 15 ની ઉંમરે યોગ શીખવાનું શરૂ કર્યું. મોટાભાઇ જયેન્દ્રભાઇ સાથે પોબંદરમાં યોગ શિખવાની જતા હતા. અહીં તેમને હંસરાજભાઇ કંસારાએ યોગ શીખવ્યાં હતા. શરુઆતમાં કપાલભાતી, અનુલોમ વિલોમ, પેટ નોવલી સહિતનાં યોગ તેમની પાસેથી શીખ્યાં હતા. સતત અભ્યાસ અને યોગ પ્રત્યે પ્રેમનાં કારણે ધીમે ધીમે યોગ પર પકડ આવતી ગઇ.
- Advertisement -
એક લાખ લોકો સુધી યોગ પહોંચાડ્યો, 200 ઘરે જઈ લોકોને સારવાર આપી
100 પ્રકારની થેરાપીનાં જાણકાર: જેલ, સ્મશાન અને શાળા-કોલેજમાં યોગનાં કેમ્પ કર્યા
3 વર્ષમાં શરીરનાં 17 અંગ પર કાબુ મેળવી લીધો. પ્રતાપભાઇ થાનકી શરીરમાં પગની માંસપેસીથી લઇ સાથળ, પેટ, છાતી, હાથની માંસપેસી, આંખ,કાન,કપાળ, પીઠ, નિતમ્બ સહિતનાં 17 અંગ પર કાબુ મેળવ્યો છે. પ્રતાપભાઇ થાનકી 2010માં નિવૃત થયા. પછી યોગને જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.પ્રતાપભાઇ થાનકીએ કહ્યું હતું કે, શરીરનાં દરેક અંગનાં ડોકરટ હોય છે. પરંતુ યોગએ દરેક રોગનો એક જ ડોકટર છે. યોગએ શરીરમાં પ્રાણ પુરવાનું કામ કરે છે. ગુજરાતનાં મોટાભાગનાં શહેરમાં યોગ શિબીર કરી છે. ભારતનાં અનેક રાજ્યમાં યોગ કેમ્પ કર્યા છે. વિદેશમાં દુબઇ, અમેરિકામાં કેમ્પ કર્યા છે. ભારતનાં કોઇ પણ શહેરમાં યોગ શીખવવા જાવ તો તેના ફી નથી લેતો. ટીકીટનાં રૂપિયા પણ નથી લેતો. મારા ખર્ચે યોગ શીખવવા જાવ છું. આજ સુધીમાં 650 જેટલા યોગ કેમ્પ કર્યા છે. એક લાખ લોકો સુધી યોગ પહોંચાડ્યા છે. તેમજ 100 પ્રકારની થેરાપીની જાણકારી છે. શરૂઆતમાં પ્રતાપભાઇ યોગ કેમ્પમાં સંગીતના સાધનો લઇને જતા હતા. યોગની સાથે સંગીતનાં પણ શોખીન છે. તેવો 18 પ્રકારે ઢોલ વગાડી શકે છે. તેઓ કવિતા લખવી, ચિત્ર બનાવવાનું પણ જાણે છે.
કોરોનામાં ઑનલાઇન યોગ કરાવ્યા
કોરોના કાળમાં યોગ શિબીર કે કેમ્પ થઇ શકતા ન હતાં. કોરોનામાં ઓનલાઇન યોગ અભ્યાસ કરાવતા હતાં. પ્રતાપભાઇ ઘરે બેસી લોકોને ઓનલાઇન યોગ કરાવતા હતા. હાલ પણ ઓફલાઈન સાથે ઓનલાઇન યોગ અભ્યાસ કરાવી રહ્યાં છે. 1 વર્ષ અને બે મહિનાથી યોગ અભ્યાસ ઓનલાઇન કરાવી રહ્યાં છે. તેમજ જુદા જુદા યોગનાં વિડીયો બનાવી સોશિયલ મિડીયા પર મૂકે છે. સોશિયલ મિડીયા પર 33350 લોકો યોગનું પ્રશિક્ષણ લેતા હતાં.
200 ઘરે સારવાર આપી, દીકરીનાં લગ્નમાં યોગ કરાવ્યાં
72 વર્ષની ઉંમરે પણ પ્રતાપભાઇ થાનકી ઘરે ઘરે જઇ લોકોને યોગથી રોગની સારવાર કરે છે. યોગ અને કસરત શીખવે છે. જૂનાગઢમાં 200થી વધારે ઘરે જઇ લોકોની સારવાર કરી છે. તેમજ જુદી જુદી થેરાપી શીખવી છે. એટલું જ નહી સમાજમાં યોગ પ્રત્યે લોકો જાગૃત બને તે માટે પોતાની દીકરીનાં લગ્નમાં જાનૈયા, માનૈયાને પ્રાણાયામ કરાવ્યા હતાં.
યોગ સિવાય કોઇ પ્રવૃત્તિ નહીં
પ્રતાપભાઇ થાનકીએ જણાવ્યું હતું કે, કોઇ નવો પ્રયોગની પહેલા પોતાનાં પર કરવાનો. 15 દિવસ તેનો અભ્યાસ કરી પછી લોકોને શીખવવાનો. યોગ સિવાય કોઇ પ્રવૃત્તિ કરતો નથી. તેમજ યોગમાં કોઇ ગુરૂ નથી. સ્વઅભ્યાસથી યોગ શીખ્યો છું.
લક્ષ્યાંક: લોકોને યોગ માટે તૈયાર કરવા
જીવનમાં તમારું ધ્યેય શું છે ? તેના જવાબમાં પ્રતાપભાઇ થાનકીએ કહ્યું હતું કે, હુ યોગને ઘરે ઘરે પહોંચાડવાં માંગું છે. હું જે લોકોને શીખવું તે લોકો શીખી બીજી લોકો સુધી પહોંચાડે. લોકો પણ યોગમાં સેવા કરતા થાય તે મારુ ધ્યેય છે.