વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વોડ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનના પ્રવાસ પર છે. આ દરમ્યાન પીએમ મોદીએ જાપાનના કેટલાય ટોપ બિઝનેસમેનને ભારતમાં રોકાણ કરવા માટે અપિલ કરી છે. સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તો વડાપ્રધાન મોદીના કામના ખૂબ વખાણ કર્યા.
- Advertisement -
જાપાનના આ બિઝનેસમેનને મળ્યા વડાપ્રધાન
સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તેમજ પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ કહ્યુ કે, પીએમ મોદી જે સુધારો કરી રહ્યા છે, તે ભારતના મોર્ડન લેન્ડસ્કેપમાં બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે, જાપાનની કંપનીઓ પીએમ મોદીની આત્મનિર્ભરતાની ઝુંબેશને સપોર્ટ કરે છે. તોશિહિરો સુઝુકી સિવાય વડાપ્રધાને સુઝુકી મોટર કોર્પોરેશનના સીનિયર એડવાઇઝર ઓસામુ સુઝકી સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેકટર માસાયોશી સોન અને યીનિક્લોના પ્રેસિડેન્ટ તેમજ સીઇઓ તાદાશિ યાનાઇ સાથે પણ મુલાકાત કરી.
ભારતનું ભવિષ્ય ઉજ્જવળ, પીએમ મોદી બનાવી રહ્યા ટેક સેન્ટર
સોફ્ટવેર ગ્રુપ કોર્પોરેશન બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સેનએ પણ પીએમ મોદી અને ભારતના ખૂબ વખાણ કર્યો. તેમણે કહ્યું કે, ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. દરરોજ ભારતમાં નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે અને નવા યુનિકોર્ન તૈયાર થઇ રહ્યા છે. મને લાગે છે કે, ભારતનું ભવિષ્ય ઉજજવળ છે. વડાપ્રધાન મોદી ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે. જે સ્ટાર્ટઅપ અને યૂનિકોર્નને સપોર્ટ કરે છે. તેમની સાથે પણ તેઓ ભારતને દુનિયાનું ટેક સેન્ટર બનાવવા માંગે છે.
- Advertisement -
સીનિયર સુઝુકી સાથે આ વાતોની પણ કરી ચર્ચા
વડાપ્રધાન અને ઓસામુ સુઝુકીએ ભારતમાં રોકાણ કરવા માટે પણ ચર્ચા કરી. આ દરમ્યાન સસ્ટેનેબલ ગ્રોથના લક્ષ્ય માટે ભારતમાં ઇલેકટ્રિક વ્હીકલ અને બેટરીનું પ્રોડક્શન પ્લાંટન લગાવવા તેમજ રિસાઇકલિંગ સેન્ટર શરૂ કરવા પર ખાસ ભાર મૂક્યો. તેમણે જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિયૂટસ ઓફ મેન્યૂફેકચરિંગ અને જૈપનીઝ અંડોડ કોર્સલની માઘ્યમથી સ્કિલ ડેવલેપમેન્ટ સહિત ભારતમાં સ્થઆનિક ઇનોવેશન સિસ્ટમ તૈયાર કરવાની રણનીતિઓ પર વાતચીત કરશે.