નવાગામ, ગુંદાળા, જીવાપર, ગારીડા, રામપર બેટી સહિતના ગ્રામ્ય વિસ્તારોના લોકોના પાણી માટે વલખા
5 હજાર લિટરવાળા 30 અને 10 હજાર લિટરવાળા 23 ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માનવી ત્યાં સુવિધા, છેવાડાના વિસ્તારનો વિકાસ!’ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર લોકો સુધી પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. મોટાભાગના ડેમોમાં પૂરતી જળરાશિ સંગ્રહિત છે, ટેન્કર યુગ પૂરો થયો અને આ ઉનાળે ક્યાંય પાણીની તકલીફ નહીં પડે એવા-એવા સરકારી દાવાઓ વચ્ચે અત્યારથી જ રાજકોટ આસપાસના 10 ગામે ટેન્કરો મારફત પાણી પહોંચાડવાની નોબત આવી પડી છે, અને સૌરાષ્ટ્રના દૂર-દૂરના ગામડાંઓમાં તો સ્થિતિ કેવી હશે તેની કલ્પના જ સહેજે કરી શકાય તેમ છે.
શહેરની માત્ર દસે’ક કિલોમીટરની આવતા સાત ગામોમાં તથા વીસે’ક કિલોમીટરના અંતરે આવેલા એક ગામે ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. જ્યાં 5-5 હજાર લિટરવાળા 30 અને 10 હજાર લિટરવાળા 23 ટેન્કરો મોકલવાની જરુર ઊભી થઈ છે એવા ગામોમાં ગુંદાળા, જીવાપર, ગારીડામાં બે- બે ફેરા, રામપરા બેટીમાં એક, રાજકોટથી સાવ અડોઅડ આવેલા આણંદપર નવાગામમાં પાંચ, નવાગામ (બામણબોર)માં 10 અને રુડાની હદવાળા મનહરપુર રોણકીમાં છ ફેરા ઉપરાંત હીરાસર ગામે પાંચ હજાર લિટરવાળા ટેન્કરનો એક ફેરો સહિત કુલ 53 ફેરા કરાવવા પડે તેવી
સ્થિતિ છે.



