‘મારે અલ્લાહને મળવું છે, સરેન્ડર નહીં કરું…’: CRPF પોસ્ટ પર હુમલો કરનાર લશ્કરનાં આતંકી લતીફ ખાત્મો, સુરક્ષા દળે મસ્જિદમાં છુપાયેલા આતંકીને સરેન્ડરની તક આપી હતી
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદ પાછું ઉચકે તે પહેલા કચડી નાખવા સુરક્ષા દળોએ છેડેલા અભિયાનમાં ૧૧ નવે. સીઆરપીએફ કેમ્પ પર હુમલાના માસ્ટર માઈન્ડ- ત્રાસવાદી લતીફ ભટ એક એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. કાશ્મીરના કુલગાવમાં આ એન્કાઉન્ટર થયું તેની સલામતી દળોને તલાશ હતી અને લગભગ ૪૦ ગામોમાં તેને ભાગતો જોવામાં આવ્યો હતો તે મધરાતે કુલગાવમાં સેના-સુરક્ષા દળની નાકાબંધીમાં ફસાઈ ગયો અને તે નજીકની એક મસ્જીદમાં ઘુસી ગયો હતો. સલામતી દળોએ તેને શરણે આવવા જણાવ્યુ હતું. મધરાતે ૨.૪૫ વાગ્યે તે મસ્જીદમાં ઘુસ્યા બાદ તે તથા તેના સાથીને થોડા કલાકનો સમય આપવામાં આવ્યો પણ તે અલ્લાહને મળવા જઈ રહ્યા છે તેમ કહી સુરક્ષા દળ પર હુમલો કરવાની કોશીશ કરતા જ તેને તથા સાથી ત્રાસવાદીને ગોળીઓથી ભુંજી નંખાયા હતા. લશ્કરે તોયબા સાથે જોડાયેલો લતીફ સ્થાનિક સ્તરે નેટવર્ક ઉભુ કરી તેણે સલામત દળ પર હીટ એન્ડ રનની પદ્ધતિથી હુમલા કરવાનું શરૂ કર્યુ હતું અને તા.૧૧ના ફુલગાવમાં પણ તેણે સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરતા ત્રણ જવાનો ઘાયલ થયા હતા. તે બાદ તેને પીછો કરાયો હતો તેના માથા પર રૂ.૧૫ લાખનું ઈનામ પણ જાહેર કરાયુ હતું તે આ ક્ષેત્રમાં બિહારી મજદૂરોની હત્યામાં પણ સામેલ હતો. તેણે ૨૦૨૫માં ઘર છોડી આતંકી પ્રવૃતિમાં સામેલ થયો અને પાકમાં તાલીમ પણ લીધી હોવાનું માનવામાં આવે છે.
આજે કુલગામમાં ઘેરાયા બાદ એક મસ્જિદમાં છુપાયેલા આતંકી લતીફ તથા તેના સાથીને સુરક્ષા દળોએ હથિયાર હેઠા મુકીને શરણે આવવા લગભગ ૧ કલાક સુધી સમજાવ્યો હતો પણ લતીફ એક વિડીયો બનાવીને શરણે થવાનો ઈન્કાર કર્યો તેના કુટુંબને બોલાવીને સમજાવવા પ્રયાસ કરાયો હતો પણ તેણે મેરે સાથ અલ્લાહ હૈ તે લોકો કે લીયે કુબોની દેને જા રહ્યા હું મે અલ્લાહ કો મિલને જા રહ્યા હું કહીને મસ્જીદ બહાર આવી હુમલાની કોશીશ કરતા તેને તથા તેના સાથીને ઠાર મરાયા હતા.



